KHEDA-ANAND NEWS : કાંકરા મિશ્રિત ઘઉંની વિતરણથી સસ્તા અનાજની દુકાનમાં વિવાદ ઊભો

By dolly gohel - author

read more : સિદ્ધનાથ તળાવની હાલત: સુંદરીકરણ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય

KHEDA-ANAND NEWS 
 
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે.
 
આ અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે.
 
જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૃરી બન્યું છે. 
 
વિરપુર તાલુકાના રળિયાતા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને માટીના રોડા મિશ્રિત ઘઉં વિતરણ કરવામાં આવતા ભારે હોબાળો
 
મચ્યો હતો.
 
આ દુકાન પર છેલ્લા ચાર દિવસથી માટીના રોડાવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે.
 
આ અંગે દુકાનદારનો ઉધડો લેતા તેણે સરકારી ગોડાઉનમાંથી જે જથ્થો આવ્યો તે જથ્થો જ વિતરણ કર્યો હોવાનો બચાવ કર્યો હતો. 
 
માટીના કાંકરા મિશ્રિત ઘઉં મામલે મામલતદારને પણ જાણ કરાઈ છે.
 
ત્યારે મહિસાગર જિલ્લા પુરવઠા વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગણી ગ્રામજનોમાં ઉઠી છે. 

જો દુકાનદાર અને સરકારી ગોડાઉનના સંચાલક અથવા કોન્ટ્રાક્ટરે ઘઉંમાં ભેળસેળ કરી હોય તો તેમની સામે કડક પગલાં ભરવા પણ

રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું.

 

read  more : અમદાવાદને મળશે નવો અજોડ લોટસ પાર્ક, દુબઈના મિરેકલ ગાર્ડનને પણ પાછળ છોડી દેશે

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.