દ્વારકામાં પાસપોર્ટ-વિઝા કૌભાંડનો પર્દાફાશ, તલાટી મંત્રી સહિત 9ની ધરપકડ

By dolly gohel - author

દ્વારકામાં પાસપોર્ટ-વિઝા 

ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, ડૉક્ટરની ભરમાર વચ્ચે દ્વારકામાં બોગસ વિઝા-પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

જેમાં SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં બોગસ વિઝા-પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે.

આરોપીઓ અલગ-અલગ શહેરોમાં કામને અંજામ આપતા હતા.

જેમાં નામ અને અટકમાં સુધારા કરીને બનાવટી પાસપોર્ટ તેયાર કરતાં હતા.

જ્યારે આરોપીઓ તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી કૌભાંડ આચરતા હતા.

સમગ્ર મામલે SOGએ પોરબંદર, વલસાડ, દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત 9 શખસોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

આમ આરોપીઓ જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવીને યુકે જવા ઈચ્છા લોકોના બોગસ વિઝા તૈયાર કરતાં હતા.

જેમાં વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે આરોપીઓ 21 વર્ષથી ઓછી ઉંમર દાખલામાં દર્શાવતા હતા.

આ પછી આધારકાર્ડમાં નામ, સરનામુ સહિતના સુધારા વધારા કરીને વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે કામને પાર પાડીને

બનાવટી પાસપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો.

સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પોરબંદર, સુરત, વલસાડ, દમણ ખાતેથી આરોપીઓને ઝડપી પાડને આગળની કાર્યવાહી હાથ ધરી.

 

 

READ MORE : 

Sant Siyaram Baba : 12 વર્ષ સુધી એક પગ પર તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા

રંગે હાથ ઝડપાયા: તલાટી મંત્રી જન્મ પ્રમાણપત્ર બનાવતા ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે આરોપીઓ

દ્વારા સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરતા હતા અને ખોટા

જન્મના પ્રામણપત્રો બનાવામાં આવતા હતા. આ મામલે જામ કલ્યાણપુર પોલીસ

સ્ટેશનને જાણ થતા, ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં

દેવભૂમિ દ્વારકા SOGએ કૌભાંડમાં સંપડાયેલા તલાટી મંત્રી હાર્દિક રાવલીયાની

ધરપકડ કરીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોરબંદરના એક

શખસનો જન્મનો દાખલો કાઢી આપ્યો હોવાના ખુલાસો થયો હતો.

સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ

યુકે જવા ઈચ્છતા લોકોની પસંદગી કરતા હતા. આ પછી યુકેમાં રહેતા પોર્ટુગીઝ

નાગરિકતા ધરાવતા લોકોનો સંપર્ક કરાવીને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા

અને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પાસપોર્ટની

એપ્લીકેશન કરનારા લોકોના ફર્સ્ટ નેમમાં પોતાનું અને માતા-પિતાના નામમાં

પોર્ટુગીઝને વાલી દર્શાવામાં આવતા હતા.

READ MORE :

Realme 14X : ભારતમાં 18 ડિસેમ્બરે થશે લોન્ચ ,જાણો શું છે તેની નવી સુવિધાઓ અને કિંમત?

Amreli APMC : તલના ભાવમાં એક દિવસમાં 3825 રૂપિયાનો ઘટાડો

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.