અમદાવાદ એરપોર્ટ પરથી 5.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, કિમીયો જોઇને તમારું માથું ફરી જશે

By dolly gohel - author

અમદાવાદ એરપોર્ટ પરથી 

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડયો છે.

થાઈલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમમાં ગાંજો છૂપાવ્યો હતા.

કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, થાઈલેન્ડના પેસેન્જર પાસેથી  કસ્ટમ વિભાગે 5.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો

તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા થવા જાય છે.

ટોચના સૂત્રોએ જણાવ્યું કે, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં થાઈલેન્ડનો નાગરિક એવો પેસેન્જર અમદાવાદના એરપોર્ટ ઉપર

આવ્યો હતો.

આ પેસેન્જર ઈમીગ્રેશન કરાવ્યા બાદ બહાર નિકળતાં હતો ત્યારે  તેની વર્તણૂકથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી.

આ કારણે તેના બેગેજને ખોલાવીને  તેની ઝીણવટ ભરી તપાસ કરતાં કેટલાંક ખાવાની સામગ્રીનાં પડીકાં મળ્યાં હતાં.

સામાન્ય રીતે આ પડીકાં કોઈ બહારની બેગમાં રાખે પણ તેને બદલે અંદર રખાયાં  હતાં.

આ ઉપરાંત તેનું વજન પણ સામાન્ય પડીકાં કરતાં વધારે હતું તેથી કસ્ટમ્સ વિભાગને શંકા જતાં આ પેકેટની તપાસ કરી હતી.

તપાસમાં બહાર આવ્યું કે, ખાદ્ય સામગ્રીના પેકેટની અંદર વેક્યુમ પેકિંગ કરીને પોલીથીન પેકેટમાં ગાંજો છૂપાવવામાં આવ્યો હતો.

 

અમદાવાદ એરપોર્ટ પરથી 

READ MORE : 

બે મહિનામાં ૧૪૭૦૧ હૃદયરોગના કેસ, અમદાવાદમાં સૌથી વધુ ૩૦%

છુપાયેલા રહસ્યો: ખાદ્ય વસ્તુઓની અંદર ગાંજા

કસ્ટમ્સ વિભાગને આવાં 10 પેકેટ મળી આવ્યા છે કે જેમાં રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમની અંદર ગાંજો છુપાવવામાં આવ્યો હતો.

કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ પેસેન્જરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પણ કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે.

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ  પર અગાઉ પણ પાંચ જેટલા ડ્રગ્સના કેસ થયેલા છે જેમાં પાંચ પેસેન્જરની ધરપકડ પણ કરાઈ હતી.

હવે પેસેન્જર ફ્લાઈટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા થઈ જતા ડી.આર.આઈ અને કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ  સતર્ક થઈ ગયા છે.

અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પણ બે કરોડનો ગાંજો પાર્સલમાંથી પકડાયો હતો.

 

READ MORE : 

ભેળસેળ સામે સરકારની સખ્ત કાર્યવાહી, હવે રાશનની દુકાનોમાં છૂટક અનાજ નહીં વેચાશે

Vivo T4x: 200MP કેમેરા, 6000mAh બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથેનો ટૂંક સમયમાં આવનાર સ્માર્ટફોન !

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.