ગુજરાત સરકારની નવી સુવિધા
ગુજરાત સરકારે 25 ડિસેમ્બરનાં રોજ સુશાસન દિવસના રોજ SWAR એટલે કે સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે.
મુખ્ય પ્રધાનના કાર્યાલય અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનાં સહયોગથી આ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.
મુખ્ય પ્રધાનના કાર્યાલય (CMO) દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ સાથે મળીને
ભાષાના અવરોધોનો દૂર કરીને ટેક્નોલોજીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે.
જેના અંતર્ગત, સીએમઓની વેબસાઇટ https://cmogujarat.gov.in/en/write-to-cmo હેઠળ ‘રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ
ટેક્સ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.
સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી લોકો પોતાના સંદેશાઓ લખીને ટાઇપ કરવાને બદલે બોલીને ટાઇપ કરી શકશે.
SWAR પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ભાષિણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ટેક્નોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકશે.
આગામી સમયમાં સ્વર પ્લેટફોર્મ મુખ્ય પ્રધાન કાર્યાલયની કાર્યપદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો
ઉપયોગ કરવાની વધતી જરૂરિયાત માટે કાર્ય કરશે.
જેમાં CMOની જરૂરિયાત અનુસાર રિસોર્સ લાયબ્રેરી તરીકે વધુ એનએલપી (NLP), ઓપન સોર્સ જેનએઆઇ (GenAI),
એમએલ (ML), કોમ્પ્યુટર વિઝન (Computer Vision) વગેરે જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંસાધનો ઉમેરવામાં આવશે.
READ MORE :
Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે
અમદાવાદના ફ્લાવર શોમાં મોટો ફેરફાર: હવે 1 જાન્યુઆરીએ નહીં યોજાય , નવી તારીખ જાણો.
મોદીસાહેબનો કુવૈતમાં ધમાલો, બે દિવસ જાફ્ફા અને ફાફડાની મહેફિલ
શું આવનારા બજેટમાં ઇન્કમ ટેક્સના દરમાં કાપ મૂકાશે? જાણો સરકારની રણનીતિ