સિનિયર સિટીઝન માટે ખાસ લાભ: ટેક્સ સ્લેબમાં બદલાવ અને બજેટ 2025ની મોટી જાહેરાતો

સિનિયર સિટીઝન માટે ખાસ લાભ

દર વર્ષે સામાન્ય બજેટમાં સરકાર પાસેથી ઈનકમ ટેક્સના મોર્ચે રાહતની અપેક્ષા રહે છે.

આ વખતે પણ ટેક્સપેયર્સ આશા બાંધીને બેઠા છે કે , સામાન્ય બજેટ 2025માં સરકાર લોકોને રાહત આપી શકે છે.

ઈનકમ ટેક્સના નિયમોને સરળ બનાવવા માટે નાણામંત્રી બજેટ દરમિયાન મહત્વની જાહેરાત કરી શકે છે.

આ વર્ષના બજેટ સંબંધિત અટકળો ટેક્સ સ્લેબમાં સંભવિત ફેરફારો અને નવા રાહત પગલાંની રજૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ સિવાય જૂની ટેક્સ વ્યવસ્થામાં વધુ કપાતનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે.

 સરકાર એ કલમ 80TTA  હેઠળ કપાતની મર્યાદા રૂ. 10,000 થી વધારીને રૂ. 20,000 કરવા પર વિચાર કરવો જોઈએ.

 તેઓ કલમ 80TTB હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે કપાતની મર્યાદાને વધારીને રૂ. 1 લાખ કરવાની ભલામણ કરે છે.

જે હાલમાં રૂ. 50,000  જે ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ માટે છે.

સરકાર એ શુ રાહત આપી શકે છે ?

આ બજેટમાં ઈનકમ ટેક્સ એક્ટ, 1961 માં મોટા ફેરફારની શક્યતા છે.

તેના માટે આ સપ્તાહમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે બેઠક થઈ શકે છે.

આમાં ટેક્સપેયર્સ માટે નિયમોને સરળ બનાવવામાં આવી શકે છે.

સાથે જ ઈનકમ ટેક્સ એક્ટ, 1961ની જોગવાઈઓને ઘટાડવામાં આવી શકે છે.

તેના હેઠળ ઈનકમ ટેક્સ સંબંધિત વિવાદોને ઉકેલવાની પ્રક્રિયા સરળ કરવામાં આવશે.

આમાં ડિમાન્ડ નોટિસની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.

બજેટ 2025 અંગે, એવું પણ માનવામાં આવે છે કે નવી કર વ્યવસ્થામાં, 10 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી શકાય છે.

આ ઉપરાંત, ITR ફાઇલિંગને સરળ બનાવવા માટે કેટલાક નિર્ણયો પણ લઈ શકાય છે.

 

સિનિયર સિટીઝન માટે ખાસ લાભ

READ  MORE  :

નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત

આ ફેરફારો દ્રારા વરિષ્ઠ નાગરિકો માટે શું થઈ શકે? 

કલમ 80TTA થી વિપરીત, કલમ 80TTB ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે રચાયેલ છે

અને વિવિધ પ્રકારની વ્યાજની આવક પર કપાતની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

વરિષ્ઠ નાગરિકો સેક્શન 80TTB હેઠળ બચત, ફિક્સ અને રિકરિંગ ડિપોઝિટમાંથી આવક પર કપાત મેળવી શકે છે.

જે તેમને 50,000 રૂપિયા સુધીની કર મુક્તિ આપે છે.

આ કપાત બચત અને ફિક્સ ડિપોઝિટ તેમજ પોસ્ટ ઑફિસ થાપણદારો સહિત બેંક થાપણદારો પાસેથી વ્યાજની આવક પર લાગુ થાય છે.

જે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય લાભ પ્રદાન કરે છે જેઓ સુરક્ષિત રોકાણ પર આધાર રાખે છે.

જો કે, એ નોંધવું અગત્યનું છે કે બોન્ડ અને ડિબેન્ચરમાંથી મેળવેલ વ્યાજ આ કપાત માટે પાત્ર નથી.

સેક્શન 80TTA હેઠળ વ્યક્તિઓ અને HUF માટે બચત બેંક ખાતાઓ પર વ્યાજની આવક માટેની કપાત મર્યાદા 10,000 રૂપિયા છે.

નાણાકીય વર્ષ 2012-13 માં તેની રજૂઆત પછી આ મર્યાદા બદલાઈ નથી. આવી સ્થિતિમાં કેટલાક ફેરફારોની અપેક્ષા છે.

 

READ  MORE  :

 

ખર્ચમાં ઘટાડો: વિદેશમાં નાણાં મોકલવા માટે રેમિટન્સનો ખર્ચ ઘટાડવા પર આરબીઆઈના નવા નિયમો !

Uttar Pradesh : CM યોગી આદિત્યનાથ દ્વારા 46 IAS અધિકારીઓની બદલી, સંજય પ્રસાદને ગૃહ વિભાગનું જવાબદારી સોંપાયું

Surat : હજીરાના AMNS પ્લાન્ટ ના કારણે 4 લોકોના મૃત્યુ થતા, પ્લાન્ટ ને બંધ કરાયો , જાણો પ્લાન્ટ કેટલો સમય બંધ રહેશે?

 

Share This Article