કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય : ભારતમાં ખનિજ સંશોધન માટે મોટું પગલું , કેબિનેટે મંજૂર કર્યું ₹16,000 કરોડનું મિશન

કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય

કેન્દ્ર સરકાર ના મંત્રીમંડળે બજેટ બહાર પડતા પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી ને આપી છે.

મોદી કેબિનેટ એ આજે બે મહત્વપૂર્ણ નિર્ણયો ને મંજૂરી આપી છે.

આ નિર્ણય થી ખેડૂતો ને પણ ફાયદો થશે. અને આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સહિત અન્ય ધણા ક્ષેત્રો ને પણ ફાયદો થશે.

આ સિવાય મંત્રીમંડળે 16,300 કરોડ રૂપિયા ના મહત્વપૂર્ણ ખનીજ ની પણ મંજૂરી આપી છે.

આના થી દેશ એ ખનિજ ક્ષેત્રો મા આત્મનિર્ભર થશે.

કેબિનેટ એ ક્રિટિકલ મિનરલ ના પ્રોજેકટ ને પણ મંજૂરી આપી છે.

કેબિનેટ ના આ નિર્ણય દરમિયાન ખાંડ અને ઈથોનોલ સંબધિત કંપનીઓ ના શેરો મા ઉછાળો જોવા મળ્યો હતો.

 

કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય

16,000 કરોડ રૂપિયાના મિશનને મળી મંજૂરી

મોદી સરકારે દેશની અંદર અને દરિયા કિનારાના વિસ્તારોમાં મહત્વપૂર્ણ ખનિજોના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 16,300 કરોડ

રૂપિયાના રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM)ને મંજૂરી આપી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે આ મંજૂરી આપી છે.

કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

આ મિશનનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજોની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવાનો છે.

NCMM એ  મૂલ્ય શૃંખલાના તમામ તબક્કાઓને આવરી લેશે .

જેમાં સંશોધન, ખાણકામ, લાભ, પ્રક્રિયા અને અંતિમ જીવનકાળના ઉત્પાદનોમાંથી ખનિજોની પુનઃપ્રાપ્તિનો સમાવેશ થાય છે.

ક્રિટિકલ મિનરલ એ શુ છે?

ક્રિટિકલ મિનરલ એવા છે જે અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તેમનો પુરવઠો ઘણો મર્યાદિત છે.

તેમાંથી મોટાભાગના ખનીજો માટે ભારત હજુ પણ આયાત પર નિર્ભર છે.

આજે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે.

આ મિશન માટે 6 વર્ષ સુધી 1600 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન એ ભારતના આર્થિક અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મોટું પગલું છે.

આ મિશન ઇંધણ રહિત ઉર્જા સ્ત્રોતો, ઇલેક્ટ્રિક વાહનો, સંરક્ષણ અને હાઇ-ટેક ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.

આ મિશન થી ખનિજોની શોધખોળના પ્રયાસોને વેગ આપશે

આનાથી એ દેશની અંદર અને તેના દરિયા કિનારાના વિસ્તારોમાં મહત્વપૂર્ણ ખનિજોની શોધખોળના પ્રયાસોને વેગ આપશે.

તેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજ ખાણકામ પ્રોજેક્ટ્સ માટે ઝડપી નિયમનકારી મંજૂરી પ્રક્રિયા બનાવવાનો છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ મિશનનો ઉદ્દેશ્ય ભારતીય જાહેર ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને વિદેશમાં મહત્વપૂર્ણ

ખનિજ સંપત્તિ પ્રાપ્ત કરવા અને સંસાધન સમૃદ્ધ દેશો સાથે વેપાર વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે.

તે દેશની અંદર મહત્વપૂર્ણ ખનિજ ભંડારોના વિકાસનો પણ પ્રસ્તાવ મૂકે છે.

ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEA કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ એ ઈથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી

આપી દીધી છે.

આ કિંમતો  એ 1 નવેમ્બર, 2024થી 31 ઓક્ટોબર, 2025 સુધી લાગુ રહેશે.

નિર્ણય સાથે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ દ્વારા સી-હેવી મોલાસીસ (CHM) માટે એક્સ-મિલ ભાવ પ્રતિ લિટર રૂપિયા 56.58થી

વધારીને રૂપિા 57.97 કરવામાં આવ્યો છે.

ખેડૂતોને  પણ આનો ફાયદો થશે. આ સાથે જ દેશની ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઓછી થશે અને તે વિદેશી ચલણ બચાવવામાં મદદ કરશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશમાં વધુ ઈથેનોલનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ઉપરાંત, સરકાર ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધી રહી છે. 

 

READ MORE :

Junagadh News : રાજાશાહી વખતે જૂનાગઢ રાજ્યમાં ચોખ્ખા અને વેજીટેબલ ઘી પર કડક કાયદા

Gujarat News : પોલીસકર્મીઓ માટે સારા સમાચાર: અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ , 24 કલાક નહી બજાવશે ફરજ

 
 
Share This Article