Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો જાણો આજનો લેટેસ્ટ રેટ

By dolly gohel - author
Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Price Today 

 આજ રોજ સોનાના ભાવમાં થોડોક એવો ઘટાડો થયો. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને લગભગ 87,700 રૂપિયા થઈ ગઈ છે.

જયારે 22 કેરેટ સોનાનો ભાવ 80,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજે સોનાના ભાવમાં 700 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં ઝવેરીઓ અને સ્ટોકિસ્ટોની માંગ નબળી રહી, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો.

આ ઉપરાંત, લાંબા સમય સુધી તેજી પછી વેપારીઓએ નફા બુકિંગ કરવાનું શરૂ કરી દીધું, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો.

નબળા વૈશ્વિક સંકેતોને કારણે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો.

યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિઓ અને વ્યાજ દરમાં ઘટાડા અંગે સાવચેતીભર્યા વલણથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો.

Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો જાણો આજનો લેટેસ્ટ રેટ
Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો જાણો આજનો લેટેસ્ટ રેટ

દેશના મહાનગરોમાં સોનાના ભાવ

Gold Price Today 

દિલ્હીમાં 24 કેરેટ સોનું સસ્તું થયું છે. અહીં ભાવ 87,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.

જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 87,740 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 80,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ

રહ્યો છે.

Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો જાણો આજનો લેટેસ્ટ રેટ
Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો જાણો આજનો લેટેસ્ટ રેટ

ચાંદીનો ભાવ

22 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ 1,00,300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.

ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

 

સોનાના ભાવમાં આટલો વધારો કેમ થાય છે ?

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુરુવારે સોનું નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું.

કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અંગેના સમાચારને કારણે સોનાની માંગ વધી હતી.

ગાંધીએ જણાવ્યું હતું કે, આ સમાચારે બજારમાં આ ડરને વધુ વધાર્યો છે.

કે ટ્રમ્પની નીતિ વૈશ્વિક વેપાર યુદ્ધને જન્મ આપી શકે છે, જે સુરક્ષિત રોકાણ તરીકે સોનાના ભાવમાં વધારો કરશે.

 

READ MORE :

 

ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ, યાત્રિકોને મુશ્કેલીનો સામનો, જાણો કારણ અને વિગતો

 

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો.

ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલરસ એસોસિએશનના જણાવ્યા મુજબ તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો.

તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

આ રીતે તમે ઘરે બેઠા જ સોનાના લેટેસ્ટ રેટ એ જાણી શકશો .

 

READ MORE :

 

Gold Price Today : ફરી એકવાર સોનાં-ચાંદીના ભાવો ઊંચકાયા , જાણો કયા સ્તરે પહોંચ્યા છે નવા રેટ?

કૃષિ ક્ષેત્રનો વિકાસ : ગુજરાતમાં કૃષિ પ્રોજેક્ટ્સ માટે 3,900 કરોડની સહાય આપવામા આવશે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.