જૂનાગઢમાં
મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે.
ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આવે છે.
મેળામાં આવતાં હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે એ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે.
ક્યારે અને ક્યાંથી ઉપડશે આ સ્પેશિયલ ટ્રેન?
ટ્રેન નંબર 09568:
વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21:20 કલાકે ઉપડશે.
અને બીજા દિવસે સવારે 8:00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.
ટ્રેન નંબર 09567: ગાંધીગ્રામ-વેરાવળ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન 10:10 વાગ્યે ઉપડશે
અને તે જ દિવસે સવારે 17:40 વાગ્યે વેરાવળ પહોંચશે.
ક્યારથી દોડશે આ ટ્રેન?
ટ્રેન નંબર 09568: શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2025 સુધી દોડાવવામાં આવશે.
આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09567: ઉપરોક્ત સમય મુજબ 24 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.
READ MORE :
ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર
કયાં સ્ટેશન પર ઊભી રહેશે ટ્રેન?
ટ્રેન નંબર 09568 એ શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન માળિયા હાટીના કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ,
વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંક્શન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઊભી રહેશે.
ટ્રેન નંબર 09567 આ શિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન એ સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડિયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળિયા હાટીના સ્ટેશન પર ઊભી રહેશે.
તેમજ આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે.
તેમજ આ ટ્રેન તા. 24 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ ચાલશે.
READ MORE :