ટ્રમ્પનો મોટો નિર્ણય
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઇને ચોંકાવતા રહ્યા છે .
ત્યારે તેમના અનેક નિર્ણય માથા-ધડ વગરના હોય એ રીતે લેવાયેલા હોય તેવા લાગે છે.
જેના કારણે હવે અમુક નિર્ણયો મામલે તેમણે પીછેહઠ કરવી પડી રહી છે.
તાજેતરમાં તેમણે મેક્સિકો અને કેનેડા જેવા દેશો પર ટેરિફ લાગુ કર્યો છે.
ટ્રમ્પનો મોટો નિર્ણય પરંતુ આ મામલે હવે તેમનાથી કાચું કપાયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
એટલા માટે આ નિર્ણય મામલે થોડાક સમય માટે પીછેહઠ કરી છે.
કરાર હેઠળ આવતી વસ્તુઓ માટે મુક્તિ
માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને મોટી રાહત આપી છે.
ટ્રમ્પ સરકારે જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાને 2 એપ્રિલ સુધી અમુક માલ-સામાન પર ટેરિફ ચૂકવવો નહીં પડે.
અમેરિકા-મેક્સિકો-કેનેડા કરાર (USMCA) હેઠળ આવતી વસ્તુઓ માટે બંને દેશોને આ મુક્તિ આપવામાં આવી છે.
ટ્ર્મ્પ ને આ નિર્ણય એ કેમ લેવો પડયો ?
રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ એ ગુરુવારે એવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
જેણે યુએસએમસીએ મુકત વેપાર હેઠળ આવરી લેવામા આવેલ મેક્સિકો અને કેનેડા ના તમામ ઉત્પાદનો પર ટેરિફને એક મહિના માટે મુલતવી રાખશે.
આ પગલું એ ટ્રમ્પની મેક્સિન પ્રમુખ ક્લાઉડિયા શિનબામ સાથેની ચર્ચા અને કેનેડિયન-ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચેની વાતચીતને
પગલે લેવામાં આવ્યું છે.
પહેલાં જ સંકેત મળી ગયા હતા
અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે અમેરિકન પ્રમુખ કેટલાક ટેરિફમાં ઘટાડો કરી શકે છે
લુટનિકે કહ્યું હતું કે ટ્રમ્પ 5 માર્ચની શરૂઆતમાં કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફમાં ઘટાડો કરી શકે છે.
કારણ કે બંને દેશોએ કંઇક સારું આયોજન કરવાનું આશ્વાસન આપી રહ્યા હતા.
READ MORE :
ગુજરાત માં પ્રોજેક્ટ લાયનનો આરંભ, એશિયાઈ સિંહોને બચાવવા માટે 2900 કરોડ રૂપિયાની ભવ્ય યોજના
ટેરિફનો ખતરો યથાવત
કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના નેતા, ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું
કે સોમવારથી પ્રાંત ટ્રમ્પના ટેરિફ પ્લાનના જવાબમાં 1.5 મિલિયન અમેરિકનોને મોકલવામાં આવતી વીજળી માટે 25 ટકા વધુ ચાર્જ લેશે.
ઓન્ટારિયો મિનેસોટા, ન્યુ યોર્ક અને મિશિગનને વીજળી પૂરી પાડે છે.
ફોર્ડે ગુરુવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેનો આ આખો મામલો ગડબડ છે.
તે હજુ પણ 2 એપ્રિલે ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે.
ફોર્ડે કહ્યું છે કે જ્યાં સુધી ટેરિફનો ભય ચાલુ રહેશે ત્યાં સુધી ઓન્ટારિયોની સ્થિતિ બદલાશે નહીં.
READ MORE :
ભારત અને ભુતાન વચ્ચે નવા રેલવે નેટવર્કની શરૂઆત, 3500 કરોડનું રોકાણ ચીન માટે આર્થિક ઝટકો