ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!

By dolly gohel - author
ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!

ટ્રમ્પના નિર્ણયથી લોકો માટે નવો ખતરો 

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે જાહેરાત કરવામાં હતી.

તે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના કાયદાકીય સંરક્ષણને રદ કરશે.

આ નિર્ણયની અસર એવી થશે કે, લગભગ એક મહિનામાં 5,30,000 લોકોએ અમેરિકાને છોડવું પડે તેવી આશંકા છે.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે અપ્રવાસીઓ પર સતત પોતાની કાર્યવાહી તેજ કરી રહ્યા છે.

આ ચાર દેશના અપ્રવાસી ઓક્ટોબર 2022માં ફાઇનાન્સિઅલ સ્પોન્સર સાથે અમેરિકામાં આવ્યા હતાં.

તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ આપવામાં આવી હતી.

હવે હોમલેન્ડ સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, આવા લોકો 24 એપ્રિલે ફેડરલ રજિસ્ટરમાં નોટિસ આવ્યાના 30 દિવસ બાદ પોતાનું લીગલ

સ્ટેટસ ગુમાવી દેશે. 

 

ટ્રમ્પના નિર્ણયથી લોકો માટે નવો ખતરો

ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!
ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!

બાઈડેને આ દેશોને 2 વર્ષ ના પેરોલ આપ્યા હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનના કાર્યકાળમાં આ પ્રવાસીઓને બે વર્ષ માટે પેરોલ આપવામાં આવી હતી.

જે હવે પ્રભાવી રૂપે ખતમ થઈ ગઈ છે.

ચારેય દેશના નાગરિકોને અમેરિકાના સ્પોન્સર સાથે હવાઈ માર્ગથી અમેરિકામાં પ્રવેશ મેળવવાની મંજૂરી આપવામાં આવી હતી. 

 

ટ્રમ્પનો નિર્ણય

માનવીય પેરોલ સિસ્ટમ લાંબા સમયથી ચાલી આવતી લીલલ સિસ્ટમ છે, જેનો ઉપયોગ રાષ્ટ્ર પ્રમુખ એવા દેશના લોકોને મંજૂરી આપવા માટે કરે છે.

જ્યાં યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતા હોય. એવામાં આવા લોકો અમેરિકામાં પ્રવેશ કરી શકે છે અને અસ્થાયી રૂપે રહી શકે છે.

ટ્રમ્પના વહીવટી તંત્રએ આ સિસ્ટમમાં વ્યાપક દુરૂપયોગનવો આરોપ લગાવી તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 5 લાખ ઇમિગ્રન્ટ્સના લીગલ સ્ટેટસને રદ કરવાથી અનેક લોકોએ દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

જોકે, હજુ સુધીએ સ્પષ્ટ નથી કે, પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ કરનવારા કેટલાં લોકોએ સુરક્ષા અથવા લીગલ સ્ટેટસના વિકલ્પ મેળવી

લીધા છે. 

 

READ MORE :

ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય : અમેરિકાના શિક્ષણ વિભાગને તાળું લગાવવાનો નિર્ણય લીધો

ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!
ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!

બાઇડેનનો નિર્ણય શુ હતો ?

2022 માં તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેને વેનેઝુએલાના લોકો માટે પેરોલ એન્ટ્રી પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

બાદમાં 2023માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને ક્યુબા, હૈતી અને નિકારાગુઆના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

સંયુક્ત રાજ્ય અમેરિકા અને આ ચાર દેશના રાજદ્વારી અને રાજકીય સંબંધો તણાવપૂર્ણ રહે છે. 

વળી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ પદ સંભાળ્યા બાદ ગેરકાયદે અપ્રવાસીઓ માટે એક્શન લેવાનું તેજ કરી દીધું છે.

અત્યાર સુધી સુધી રેકોર્ડ સંખ્યામાં ગેરકાયદે અપ્રવાસીઓને કાઢી દીધા છે.

ટ્રમ્પના વહીવટીતંત્રએ તર્ક આપ્યો કે, ગત બાઇડેન સરકારે પેરોલ કાર્યક્રમ શરૂ કર્યો, જે કાયદાકીય સીમાઓ પાર કરી ગયું.

તેમણે 20 જાન્યુઆરી તેની સામે એક કાર્યકારી આદેશ રજૂ કર્યો છે.

 

READ MORE :

પુતિને ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કર્યુ : ફોન પર 1 કલાકના રાહ જોવડાવવાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પના અપમાનની ચર્ચા વધી

ઉત્તર મેસીડોનિયાના નાઇટ ક્લબમાં ભયંકર આગ, 51 નાં મોત અને 100થી વધુ ઈજાગ્રસ્ત

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.