ટ્રમ્પની ઈફ્તાર પાર્ટી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રથમ વખત ઈફ્તાર પાર્ટીની મેજબાની આપી હતી.
જો કે, ટ્રમ્પની આ ઈફ્તાર પાર્ટી વિવાદોમાં ઘેરાઈ છે.
ટ્રમ્પની ઈફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સાંસદોને જ આમંત્રણ ન મળતાં અમેરિકાના મુસ્લિમો રોષે ભરાયા છે.
અમેરિકામાં બીજી વખત પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે પ્રથમ વખત ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતું.
વ્હાઈટ હાઉસમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવાની પરંપરા દાયકા જૂની છે.
પરંતુ આ વખતે ટ્રમ્પે અમેરિકાના મુસ્લિમ સાંસદો અને સમુદાય સાથે જોડાયેલા નેતાઓને આમંત્રણ આપ્યુ ન હતું.
જેના લીધે મુસ્લિમો રોષે ભરાયા છે. તેમણે મુસ્લિમ દેશોના વિદેશી રાજદૂતોને ઈફ્તાર ડિનરમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.
આમંત્રણ ન મળતા મુસ્લિમોએ વિરોધ કર્યો
આમંત્રણ ન મળવાથી વ્હાઈટ હાઉસની બહાર ઘણા મુસ્લિમ સિવિલ રાઈટ્સ ગ્રૂપે ‘Not Trump’s Iftar’ ના સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.
જેમાં એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે, ‘આ ડોનાલ્ડ ટ્રમ્પનું એક પ્રકારનું પાખંડ છે.
એક બાજુ તે મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લાદે છે, તો બીજી બાજુ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે.
પહેલા ટ્ર્મ્પે ઈફ્તાર પાર્ટી કેન્સલ કરી હતી
ટ્રમ્પે પ્રમુખ તરીકેના પોતાના 2017ના પ્રથમ કાર્યકાળમાં વ્હાઈટ હાઉસમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન રદ કર્યુ હતું.
1996માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને ઈફ્તાર પાર્ટીની શરૂઆત કરી હતી.
ત્યારબાદ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ આ પરંપરા જાળવી હતી. પરંતુ ટ્રમ્પે આ પરંપરાને તોડી હતી.
ઈફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત સમુદાયો સાથે મુસ્લિમ દેશોના રાજકીય અને સિનેટર સામેલ થાય છે.
READ MORE :
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી
ટ્ર્મ્પે શુ કહ્યુ ?
વ્હાઈટ હાઉસ મા ઈફતાર ડિનરની મેજબાની કરતા જણાવ્યુ કે , હુ તમામ લોકોનુ વ્હાઈટ હાઉસ મા ઈફતાર ડિનર માટે સ્વાગત કરુ છુ.
અમે ઈસ્લામના પવિત્ર મહિના રમઝાન ની ઉજવણી કરી રહ્યા છે. વિશ્વભરના મુસ્લિમોને રમઝાન મુબારક.
અમે વિશ્વ મા શ્રેષ્ઠ ધર્મો પૈકી ધર્મનું સન્માન કરીએ છીએ.
આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સવારથી સાંજ સુધી રોજા રાખે છે. ખુદાની ઈબાદત કરે છે.
વિશ્વભરના મુસ્લિમ દરરોજ રાત્રે પરિવાર અને મિત્રો સાથે મળી ખુદાનો આભાર માને છે.
અને ઈફ્તાર કરે છે. અમે સમગ્ર દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ.
READ MORE :
અમેરિકા તરફથી 2000 વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ ઓટોમેટિક બોટ એપ્લિકેશનથી અરજીઓ થયેલી હતી