ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં હજારો પરિવારો
એક વર્ષમાં 14 વાર વિસ્થાપિત થયેલા લોકો
ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે.
યુદ્ધમાં હજારો નાગરિકો માર્યા ગયા છે અને જે બચ્યા છે એના માથે સતત મોત ભમ્યા કરે છે.
ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
એક અહેવાલ મુજબ ઉત્તર ગાઝા નજીક 4 લાખ પેલેસ્ટિની નાગરિકો ફસાયેલા છે.
ઈઝરાયલની સેના હુમલો કરવાની ધમકી આપીને એ વિસ્તાર ખાલી કરવાનું કહે છે, છતાં ફસાઈ ગયેલા નાગરિકોને એ વિસ્તાર છોડવા દેવામાં આવતો નથી.
જીવતા બચશે કે કેમ એની કોઈ ખાતરી વગરના એ 4 લાખ લોકોમાં એક મહિલા છે સબરીન, જેણે વેઠવા પડેલી હાલાકી હૃદયદ્રાવક છે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન ના યુધ્દ્ર એ પરિવાર ને બરબાદ કરી દીધા છે.
પીડિત મહિલા સબરીનનું કહેવું છે કે, ‘યુદ્ધ પહેલાં અમે સરસ રીતે જીવતા હતા. અમારી જિંદગી સન્માનભરી હતી.
અલ્લાહની દયાથી અમે બધા ધણા ખુશ હતા. મારા પતિ એ માછીમાર હતા. અમારી પાસે ઘણુંબધું હતું.
મારી પૌત્રી હસીખુશી થી શાળામાં ભણવા જતી. પણ એક દિવસ યુદ્ધ શરૂ થઈ ગયું અને પછી બધું બદલાઈ ગયું.’
સબરીન અને એનો પરિવાર ગાઝા શહેરમાં રહેતો હતો. ઈઝરાયલે કરેલા પહેલા જ હુમલામાં એમણે ઘર છોડવાની ફરજ પડી હતી.
આના પછી તેમણે પહેલા ઉત્તર ગાઝામાં આશરો લીધો હતો , પરંતુ પછી દક્ષિણ તરફ જવું પડ્યું. એ પછી તેઓ મધ્ય ગાઝા તરફ ગયા.
વારંવારના હુમલાની લીધે જીવ બચાવવા માટે તેમણે સતત એક દિશામાંથી બીજી દિશામાં ભટક્યા કરવું પડે છે.
યુધ્દ્ર ના કારણે સ્થળાંતર કરવા માટે ની પણ જગ્યાઓ બચી નથી .
સબરીન કહે છે કે, ‘અમે એટલી બધી જગ્યાએ જઈને આવ્યા છીએ કે હવે ક્યા જવા માટે કોઈ જગ્યા જ બચી નથી .
અમને ખબર નથી કે અત્યારે અમે જ્યાં છીએ ત્યાં પણ હુમલો થયો તો હવે પછી અમે ક્યાં જઈશું?’
એક અંદાજ મુજબ જાણવા મળ્યુ છે કે ઈઝરાયલના હુમલાને કારણે પેલેસ્ટાઇનમાં અત્યાર સુધી 23 લાખ લોકો વિસ્થાપિત થયા છે.
ધરતી પર કશે પણ યુદ્ધ થાય ત્યારે એનો સૌથી ખરાબ ભોગ સ્ત્રીઓ અને બાળકો જ બનતાં હોય છે.
આપણે આશા કરીએ કે મધ્ય-પૂર્વમાં સળગેલો યુદ્ધનો દાવાનળ જલ્દી જ થાળે પડે અને સબરીન જેવા લાખો લોકોના જીવનમાં શાંતિ સ્થપાય.
ગાઝા ના સ્વાસ્થ્ય મંત્રાલય એ આ યુધ્દ્ર વિશે માહિતી આપે છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના બોમ્બમારા અને ગાઝા પર ગ્રાઉન્ડ ઓપરેશનમાં અત્યાર સુધી ગાઝામાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
ઈઝરાયલ જ્યારે પણ હુમલા કરે છે ત્યારે હમાસના લડાકૂઓ અને નાગરિકો વચ્ચે કોઈ અલગતા રાખતું નથી અને બેફામ હુમલા કરીને ચારેકોર વિનાશ વેરી રહ્યું છે.
આ શાળા ગાઝામાં વર્ષો સુધી ચાલેલા યુદ્ધથી વિસ્થાપિત થયેલા ઘણા પેલેસ્ટિનિયનોનું ઘર હતી.
મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
READ MORE : International News : ઇઝરાયેલના તાજેતરના હુમલાઓ પછી નેતન્યાહુની આગામી વ્યૂહરચના સમજવી !