India News ટેક્સની આવકમાં ગુજરાતનો હિસ્સો 50%થી શા માટે વધવો જોઈએ?

By dolly gohel - author
22 08

India News

જેને લઈને રાજ્ય સરકારે વિભાજ્ય પુલમાંથી રાજ્યોને વહેંચવાનો હિસ્સો પ્રવર્તમાન 41 ટકાથી

વધારીને 50 ટકા કરવામાં આવે તેવો પ્રસ્તાવ કેન્દ્રીય નાણા પંચ સમક્ષ રજૂ કર્યો છે.

તો બીજી તરફ ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.

આઠ વર્ષ પછી રાજ્યનું જાહેર દેવું લગભગ બમણું થઈ રહ્યું છે.

કેન્દ્રીય 16માં નાણા પંચના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઢિયા તેમજ અન્ય ચાર સભ્યો બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

તેમની સમક્ષ રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી અને મુખ્યમંત્રીના અગ્ર સલાહકારે આ મેમોરેન્ડમ રજૂ કર્યું હતું,

જેમાં મુખ્ય માગણી વિભાજ્ય પુલ એટલે કે કેન્દ્રમાંથી રાજ્યોને મળતા હિસ્સામાં વધારો કરવાની છે.

આ અંગે પંચના અધ્યક્ષે મીડિયા સાથેના વાર્તાલાપમાં કહ્યું હતું કે, ‘અમારી સમક્ષ જે દરખાસ્ત આવી છે

તેમાં વ્યાપક વિચારણાના અંતે 43થી 45 ટકા સુધીની ભલામણ કરી શકાય તેમ છે,

જો કે આખરી નિર્ણય ભારત સરકાર પર છોડવામાં આવશે.’

 

 

read more :

લગ્ન પહેલા ગર્ભિણી થઈ ઈન્ડિયન આઈડલની જાણીતી ગાયિકા અરુણિતા કાંજીલાલ વાયરલ તસવીરે ધમાલ મચાવી

Weather News : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : દિવાળી જોખમમાં 7 ઇંચ વરસાદ થી પાકને નુકસાન ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ?

India News 

રાજ્યએ પંચ સમક્ષ કઈ કઈ માગણી કરી? જાણો મહત્વપૂર્ણ મુદ્દા

રાજકીય પક્ષો દ્વારા લોકોને મફત સુવિધાના આપવામાં આવતા વચનો તેમજ રાજ્યોના વધતા

જતાં દેવાં અમારા માટે ચિંતાનો વિષય હોવાનું જણાવી તેમણે પ્રતિસાદમાં કહ્યું હતું કે,

‘અમે વિવિધ રાજ્યોના પ્રવાસ દરમિયાન રજૂ થતી ભલામણો અને સૂચનો એકત્ર કરી રહ્યાં છીએ.’

ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા ડો. પનગઢિયાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 10

વર્ષમાં દેશના એવરેજ રીયલ ડીજીપી ગ્રોથ રેટ છ ટકા સામે ગુજરાતનો ગ્રોથ રેટ 8.5 ટકા છે.

મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે ડેવલોપમેન્ટ સ્ટ્રેટેજીથી ગુજરાત ભારતનું પ્રથમ સાઉથ કોરિયા,

તાઈવાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે.’ વર્તમાન નાણા પંચ 31મી ઓક્ટોબર 2024ના

રોજ અથવા તો તે પહેલાં કામગીરી પૂર્ણ કરશે. પંચના અન્ય સભ્યોમાં અજય નારાયણ ઝા,

જ્યોર્જ મેથ્યુ, ડો. મનોજ પાંડા અને ડો. સોમ્યકાંતી ઘોષ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

રાજ્ય સરકારે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ‘રાજ્યની જરૂરીયાતો પુરી કરવા વધુ જરૂર પડે છે.

આવકનું અંતર રાજ્યો વચ્ચે આવકની ફાળવણી માટેનું મહત્ત્વનું પરિબળ છે. આ સાથે પ્રગતિ કરી હોય તેવા

રાજ્યોના માપદંડમાં વધારો કરવો જરૂરી છે. ભીજીતરફ વધુ શહેરીકરણ ધરાવતા રાજ્યો માટે નોંધપાત્ર સંસાધનોની

જરૂર હોવાથી હોરીઝોન્ટલ ડિવોલ્યુશનના ઘટક તરીકે શહેરીકરણનો સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે

 

 

રાજ્યના બજેટ અને દેવું સ્તર વિશે સત્ય

ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આઠ વર્ષ પછી રાજ્યનું

જાહેર દેવું લગભગ બમણું થઈ રહ્યું છે. નાણાં વિભાગના આંકડા પ્રમાણે માર્ચ 2024માં જાહેર દેવાનો

આંકડો 37,7962 કરોડ રૂપિયા છે તે માર્ચ 2025ના અંત સુધીમાં વધીને 42,6380 કરોડ રૂપિયા થવાની શક્યતા છે

રાજ્ય સરકાર એવો દાવો કરે છે કે દેવાની નિશ્ચિત ટકાવારી 27 ટકા છે, જેની સામે માત્ર 15 ટકા જ દેવું કરવામાં આવે છે.

જાહેર દેવું એકંદરે ઘરગથ્થું ઉત્પાદનના 15.34 ટકા જેટલું છે. પસાર થયેલા નાણાકીય વર્ષમાં સરકારના

જાહેર દેવાએ બજેટનો આંકડો પણ ક્રોસ કરી નાંખ્યો છે. રાજ્યનું વર્તમાન નાણાકીય વર્ષનું બજેટ

3,32,465 કરોડ રૂપિયા છે જેની સામે દેવાંનો આંકડો 3.77 લાખ કરોડથી વધુ છે

જાહેર દેવાના ઘટકોમાં બજાર લોન- બોન્ડ, લોન-પેશગી, નાણાંકીય સંસ્થાઓની લોન, એનએસએસએફ

લોનનો સમાવેશ થાય છે જે પૈકી દેવાના ઘટકમાં ફેરફાર નોંધાયો છે. જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ

11.87 ટકાથી ઘટીને 3.90 ટકા થયું છે, પરંતુ બજાર લોનનો હિસ્સો ખૂબ વધી રહ્યો છે.

 

read more :

દિવ્ય સુંદરતા : શરદ પૂર્ણિમાએ ભગવાન દ્વારકાધીશને મયુર મુકુટ અને સોનાના દાગીનામાં શણગારવામાં આવ્યા

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતીમાં સ્થાયી સભ્યપદ મળવું જોઈએ: રશિયાનું સમર્થન

India News:કેનેડાના પોલીસ અધિકારીને ભારતની મોટી કાર્યવાહી: શુ છે આતંકી જાહેર? 

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.