અમરેલીમાં કરુણાંતિકા
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા ગામમાં આવી જવા જાણે સામાન્ય થઈ ગયું છે.
અત્યાર સુધી સિંહે પશુઓનો શિકાર કર્યો હોય, તેવા સમાચાર અવાર-નવાર સામે આવતા હોય છે.
જોકે, સોમવારની (21 ઓક્ટોબરે) સાંજે સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં સમગ્ર જિલ્લામાં ચકચારી મચી ગઈ હતી.
જાફરાબાદના નવી જીકાદરી ગામે સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યો હતો.
કપાસના વણમાંથી સિંહણ પાંચ વર્ષના બાળકને ઢસડીને લઈ ગઈ હતી. જિકાદ્રી ગામે લોકો કપાસ વીણતાં હતાં,
ત્યાં આસપાસ બે બાળકો રમતા હતાં. તે સમયે એકાએક ત્રણ-ચાર વાગ્યાની આસપાસ સિંહણ આવીને ત્યાંથી
પાંચ વર્ષના એક બાળકને બે ખેતર દૂર ઢસડીને લઈ ગઈ અને તેનું મારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં ગામના લોકોએ આવીને શોધખોળ કરી ત્યારે નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વનવિભાગને આ વાતની જાણ થતાં આર.એફ.ઓ સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
ત્યારબાદ વનવિભાગ દ્વારા બાળકના મૃતદેહના અવશેષોને એકત્રિત કરી જાફરાબાદની હોસ્પિટલ મોકલાયા છે.
આ સિવાય વન વિભાગે સિંહણની તપાસ હાથ ધરી તાત્કાલિક ધોરણે તેને શોધી પાંજરામાં પૂરવાની સૂચના આપવામાં આવી છે.
Read More :
Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું રૂ. 80,700 પર પહોંચ્યું
ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ
Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?