વડોદરાના ગ્રામીણ વિદ્યાર્થીએ સ્કિલ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ધ્રુમિલ ગાંધીએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન એટલે કે સ્કિલ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ધ્રુમિલ અને તેના સાથીદાર અને મૂળે કેરાલાના સત્યજિથ બાલાક્રિષ્નને સ્કિલ ઓલિમ્પિકની ઈન્ડસ્ટ્રી 4.0 કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં ભારત મા પહેલી વખત એ  કોઈ મેડલ  જીત્યુ છે .

કૌશલ્ય ઓલિમ્પિકમાં વડોદરાના ગામડાના વિદ્યાર્થીએ  બ્રોન્ઝ મેડલ જીત્યો છે .

 

કરતી અલગ અલગ 52 પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન

ફ્રાન્સમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન સ્કિલ ઓલિમ્પિકનું આયોજન થયું હતુ. જેમાં સ્કિલ પર ફોકસ કરતી અલગ અલગ 52 પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન થયું હતું.

ભારતના સ્પર્ધકોએ કુલ ચાર બ્રોન્ઝ મેડલ જીત્યાં છે અને તેમાં ગુજરાતની ટીમ ધ્રુમિલ અને સત્યજીથનો સમાવેશ થાય છે.

સ્કિલ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા ધ્રુમિલ અને સત્યજીથ ને રાષ્ટ્રીટ્રીય સ્તરે બીજા 10 રાજ્યોની ટીમ સાથે સ્પર્ધામાં ઉતરવું પડયું હતુ.

જેનું આયોજન ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતુ. જેમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા બાદ ધ્રુમિલ અને સત્યજીતની પસંદગી સ્કિલ ઓલિમ્પિક માટે થઈ હતી.

ધ્રુમિલ અને સત્યજીત હાલમાં ગાંધીનગર ખાતે ઈન્ટરનેશનલ પ્રોફેશનલ ઈન સ્માર્ટ મેન્યુફેકચરિંગના માસ્ટર પ્રોગ્રામમાં અભ્યાસ કરી રહ્યા છે.

 

આનાથી ગયા વર્ષે પણ ભારત એ ઓલિમ્પિક મા છેલ્લા સ્થાને રહ્યું હતું

ઈન્ડસ્ટ્રી એ ઓટોમેશનની સ્કિલને દર્શાવવા માટેની સ્પર્ધામાં ભારતની ટીમે ગયા વર્ષે પણ ભાગ લીધો હતો.

આ સ્કિલ મા  કુલ આઠ દેશ હતા અને ભારતીય ટીમ એ આઠમા સ્થાને રહી હતી. આ વખતે ભારતની ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે.

સ્કિલ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ 2019માં મળ્યો હતો. સ્કિલ ઓલિમ્પિક દર બે વર્ષે યોજાય છે.

આ  વર્ષે 47મી સ્કિલ ઓલિમ્પિક યોજાઈ હતી. ભારતનું નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભારતના સ્પર્ધકોને તેમાં મોકલે છે

 

વિદ્યાર્થીએ સ્કિલ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ધ્રુમિલ એ તેના પિતાના અવસાન થયા બાદ તેને તેના ઉચ્ચ અભ્યાસ માટે લોન લેવી પડી હતી.

ધ્રુમિલ કહે છે કે, તેને તેના ઉચ્ચ અભ્યાસ માટે ધણો ભારે સંઘર્ષ કરવો પડયો છે.
મારા પિતાનું 2013 માં અવસાન થયું હતું.

હાલમાં મારા મમ્મી એ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને મારી બહેન એ આર્કિટેકચરનો અભ્યાસ કરે છે.

મારે ધો.12 પછી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો હતો.
માર્ક સારા હોવાથી મને ફ્રી સીટ પર એડમિશન તો મળી ગયું હતું.

સાકરદાથી કોલેજ સુધીના ટ્રાન્સપોર્ટશન માટે મારે લોન લેવી પડી હતી.
વડોદરાની સંસ્થાએ મને વગર વ્યાજની લોન આપી હતી અને પાછળથી તેનો મોટો હિસ્સો સ્કોલરશિપમાં ફેરવી આપ્યો હતો.

વધુ વાંચો – tv1 Gujarati news channel

Share This Article
Exit mobile version