ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં નવા ફિલ્મમાં જોવા મળશે

ઋષભ શેટ્ટી સંદીપ સિંહની ‘ધી પ્રાઈડ ઓફ ભારત, છભપતિ શિવાજી મહારાજ’ 

ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા નિભાવશે. 

ફિલ્મનું દિગ્દર્શન સંદીપ સિંહ જાતે કરશે.મંગળવારે સંદીપ સિંહે સોશ્યલ મીડિયા પર

ફિલ્મનું પોસ્ટર  શેર કરીને  ફિલ્મની ઘોષણા કરી હતી.

સાથે સાથે તેણે  આ ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ  રિલીઝ કરવામાં આવશે

તેની માહિતી પણ આપી દીધી છે. આ એક એકશન ડ્રામા ફિલ્મ હશે. 

 

Read More : અંબાજી-ભીડભંજન મંદિર વિવાદમાં તીવ્રતા: બ્રહ્મલીન સાધુના રૂમમાંથી બહાર આવી ચોંકાવનારી વસ્તુ

સંદીપ સિંહે ફિલ્મમાં ઋષભ શેટ્ટીનો છત્રપતિ શિવાજી મહારાજ તરીકેનો લૂક પણ પ્રગટ કર્યો હતો. 

આ  ફિલ્મને હિંદી, અંગ્રેી, તમિલ, તેલુગુ,કન્નડ  અને મરાઠી ભાષા સહિત  વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. 

ઋષભ શેટ્ટી’કાંતારા’  ફિલ્મની સફળતા પછી લાઈમલાઈટમાં આવ્યો છે.

આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. હાલ તે આ ફિલ્મની  પ્રીકવલમાં વ્યસ્ત છે. 

Read More : ગુજરાતમાં નેનો ફર્ટિલાઈઝરનો વધતો ઉપયોગ, આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસની શરૂઆત

 
Share This Article
Exit mobile version