આધાર અપડેટની મુશ્કેલીઓ : કચ્છમાં ડિજિટલ ઈન્ડિયાના વાયદા થયા ધોળા

By dolly gohel - author

આધાર અપડેટની મુશ્કેલીઓ 

સરકાર દ્વારા રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા ઈ-કેવાયસી ફરજીયાત બનાવવામાં આવ્યા બાદ ભુજની કચેરીઓમાં લાંબી કતારો

જોવા મળે છે.

ભુજ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકો ગામડામાંથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે.

રોજના એકસો જેટલા ટોકન આપવામાં આવતા હોવાથી વહેલી સવારથી મામલતદાર કચેરીમાં અરજદારોની ભીડ ઉમટે છે.

તો બીજીતરફ, રાશનકાર્ડ સાથે આધાર લીંક અને આધાર અપડેશનની કામગીરીમાં ડિજિટલ ધાંધીયાના કારણે અરજદારોને વધુ હેરાન પરેશાન

થવું પડે છે.

કાર્ડધારકો માટે રાશન કાર્ડ સાથે આધાર લીંકની ઈ-કેવાયસી કરવાની ગત સપ્ટેમ્બરથી ચાલુ થયેલી કામગીરી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો મારફત થઈ શકે છે.

આ ઉપરાંત જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પણ આ કામગીરી કરી આપવા જિલ્લાના પુરવઠા વિભાગે સુચના આપી છે.

તેમજ શિક્ષિત અને જાણકાર નાગરિકો ‘માય રાશન’ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને આધારકાર્ડ અને રાશનકાર્ડને લીંક કરીને ઈકેવાયસી

જાતે કરી શકે છે.

 

 

read more : 

 

Suraksha Diagnostics IPO day 1 : GMP, સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, સમીક્ષા, તારીખ, કદ, અન્ય વિગતો. શું અરજી કરવી?

આધાર અપડેટની મુશ્કેલીઓ

ભુજ ઉપરાંત તાલુકા મથકોએ આ કામગીરી થાય છે જયાં પણ અરજદારો સવારથી કતારો લગાવે છે

ઘણી વખત સર્વરના ધાંધીયાના કારણે આવી કામગીરીમાં કલાકો લાગી જાય છે.

કચેરીના ઓપરેટરો  તેમજ જવાબદારો જણાવી રહ્યા છે કે,

અમે લોકોની હાલાકી નિવારવા કચેરીની સમય મર્યાદા હોવા છતાં વધુમાં વધુ લોકોને ધક્કો ન થાય તે માટે તેના કામ કરી આપીએ છીએ.

જેથી, કામગીરી વહેલી પુરી થાય.

ડીજીટલ ઈન્ડિયાની વાતો વચ્ચે જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાભરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ સમાન બન્યું છે.

આધાર કેન્દ્રો ઉપર વેબસાઈટમાં ખામી સર્જાતી હોવાથી ઓનલાઈન  એપોઈમેન્ટ મળતી નથી.

આધાર કેન્દ્ર પર લાંબી લાઈનોથી અરજદારો ભારે હેરાન પરેશાન થાય છે.

છતાં તંત્ર બેખબર બન્યું છે. આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે.

આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈની વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી

પડે છે.

 

read more : 

ખેડા સીરપકાંડ: બે હોસ્પિટલોએ મૃતકોનું પોસ્ટમોર્ટમ ન કરતાં મોટો ધડાકો

મહેશગીરી બાપુના આકરા પ્રહાર : પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચા કૌભાંડોની યાદીમાં

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.