કડાણા ડેમ એલર્ટ : ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા ડેમના ૧૫ દરવાજા ખોલી ઈમરજન્સી એલર્ટ

 ગુજરાતના ત્રીજા નંબરનો કડાણા ડેમ એલર્ટ  રાજ્યના ત્રીજા નંબરનો મોટો કડાણા ડેમમા ઉપરવાસમાથી ભારી માત્રામા પાણીની આવક થતા એલર્ટમોડ જાહેર કરવામા આવ્યો છે. ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા ડેમના ૧૫ દરવાજા ખોલી માહિ નદિમા પાણી છોડ્યુ.

કડાણા ડેમમાથી આજે ૧૫ ગેટ ૧.૯૨ મીટર સુધી ખોલી મહીસાગર નદીમા ૧ લાખ ૭૭ હજાર ક્યુસેક પાણી છોડવામા આવતા મહિ નદી બન્ને કાઠે વહેવા લાગી છે. જો ઉપરવાસમા પાણી આવક વધશે તો વધુ પાણી છોડવામા આવી શકે છે.

ડેમમા લાઈટોનો ઝગમગાટ

ક્ડાણા ડેમમા અલગ અલગ લાઈટિંગ લગાવેલી છે ત્યારે ડેમમાથી પાણી છોડવામા આવતા ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો હતો.
ડેમના ગેટમા રંગબેરંગી લાઈટઓ ગોઠવવામા આવી છે, ડેમના ગેટ ખોલવામા આવ્યા અને લાઈટિંગની રોશની કરવામા આવેલી છે. જેથી કરીને નયનરમ્ય દ્રુશ્યો સર્જાયા છે.

ઉપરવાસથી પાણી છોડતા જળસ્તરમા વધારો

કડાણા ડેમમા ઉપરવાસમા ભારે વરસાદ  તેમજ રજસ્થાનના વાંસવાડામા આવેલ માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમમા જળસ્તરમા વધારો થય રહ્યો છે.

જેને લઈને ડેમને એલર્ટ મોડમા રાખવામા આવ્યો છે.
ત્યારે ડેમનુ રુલ લેવલ જાળવવા માટે ડેમમાથી પાણી છોડવામા આવી રહ્યુ છે.

માહી બજાજ સાગરના ૬ દરવાજા ખોલવામા અવ્યા

રાજસ્થાનના સૌથી મોટા ડેમ માહી બજાજ સાગરના ૬ દરવાજા ખોલવામા આવ્યા હતા.
દવરવાજા ખોલતા ડેમમાથી ૩૫ હજાર ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે.

મંગળવારે બપોરે ૩ વાગ્યે ગેટ ખૂલવાના એક કલાક પહેલા સાયરન વગાડી એલર્ટ આપવામા આવ્યુ હતુ.
૪.૨૬ મિનિટે દરવાજા ખોલવામા આવ્યા હતા.

કડાણા ડેમ એલર્ટ : જળ સપાટિ ૪૧૭.૪ ફુટ

ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા ડેમના ૧૫ દરવાજા ખોલી

કડાણા ડેમમા હાલ ૧ લાખ ૯૯૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.
ત્યારે સામે ડેમમાથી હાલ ૧ લાખ ૭૭ હજાર ૩૮૫ ક્યુસેક પાણી મહીસાગર નદીમા છોડવામા આવી રહ્યુ છે.

તેમા ડેમના ૧૫ ગેટ ૧.૯૨ મીટર સુધી ખોલવામા આવ્યા છે.
આમ ડેમના કુલ ૧૫ ગેટ ખોલી ૧ લાખ ૫૬ હજાર  ૯૮૫ ક્યુસેક અને પાવર હાઉસ મારફતે ૨૦,૪૦૦ ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે.

જેમના થકી પાવર હાઉસના ૪ ટર્બાઇન કાર્યરત થતા વીજળી ઉતપન્ન થઈ રહી છે.
સાથે ડેમનુ હાલનુ લેવલ ૪૧૭.૪ ફુટ પહોંચ્યુ છે.

ડેમનુ કુલ લેવલ ૪૧૯ ફુટ છે અને ડેમ હાલ ૯૫% ભરાયો છે, કડાણા ડેમમાથી મહી નદીમા પાણી છોડતા મહીસાગર નદીમા ઘોડાપુર આવ્યુ છે.

વધુ વાંચો

Share This Article
Exit mobile version