ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, બે વ્યક્તિનાના મોત

18 06

ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં બે વ્યક્તિનાના મોત થયા છે.

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર મહુવા તરફથી ફોરવિલ કાર પસાર થતી

વખતે સામેથી રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકની એક ફોરવિલ કાર ચાલકે સાથે

ટક્કર વાગતા બાઈક પર સવાર બંને વ્યક્તિ ઊછળીને સર્વિસ રોડ ઉપર 50 ફૂટ નીચે પટકાતા બંનેનું કમકમાટી ભર્યું મોત થયું,

ઘટના સ્થળે રાજુલા પોલીસ દોડી તપાસ હાથ ધરી.

આ ઉપરાંત નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત થતા વાહન ચાલકો ઉભા રહેતા ટ્રાફિકજામ સર્જાયો.

અકસ્માતમાં ફોરવિલ કાર ચાલક ફરાર થતા રાજુલા પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.

મળતી માહિતી પ્રમાણે, અકસ્માતની ઘટનામાં યુપીના દિપકકુમાર ગુપ્તા (ઉંમર 29) અને

વેસ્ટ બંગાળના કૃષ્ણનંદ (ઉંમર 27) નામના બંને યુવકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું.

મૃતકો સ્થાનિક ખાનગી કંપનીમાં કામ કરતા હતા, હોસ્પિટલમાં ખસેડતા ખાનગી કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા.

 

 

Read More 

IND vs NZ : ભારત વિ ન્યુઝીલેન્ડ લાઈવ સ્કોર : બેંગલુરુમાં વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ માટે ટોસ વિલંબિત થયો.

 

Share This Article
Exit mobile version