ક્રિસમસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, 6 શહેરોમાં તાપમાન 13 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા !

ક્રિસમસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે રાજ્યમાં ઠંડી યથાવત છે. ક્રિસમસ બાદ ઠંડી વધી શકે છે.

રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

ઠંડી દરમ્‍યાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવું. ત્‍વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો.

શકય હોય તો સાદા સાબુના બદલે ગ્‍લીસરીન યુકત સાબુનો ઉપયોગ કરવો. ઉપરોકત તમામ બાબતો જરૂરી આરોગ્‍ય

શિક્ષણ આરોગ્‍ય કર્મચારી દ્રારા આપેલ માર્ગદશન મુજબ રોજીંદી જીવન શૈલીમાં કાળજી

રાખવા જાહેર ઉપરોકત તમામ બાબતોની કાળજી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

 

પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર રહેશે

અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજકોટમાં 9.5 ડિગ્રી, ડીસામાં 12.9 ડિગ્રી, ભુજ 10.2 ડિગ્રી, અમરેલી 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર થયો હતો. જ્યારે અન્ય શહેરમાં 11 ડિગ્રી થી 15 ડિગ્રી આસપાસ

તાપમાન નોંધાયું હતું.  3 દિવસ તાપમાન યથાવત રહી શકે છે.  જો કે 1 કે 2 ડિગ્રી તાપમાન વધઘટ રહેતા ક્યાંક

ઠંડીમાં આંશિક રાહત પણ મળી શકે છે. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં રહેવું.

ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્‍વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્‍યારે મોટી ઉંમરના વૃધ્‍ધ,

બિમાર વ્‍યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય

ત્‍યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું.

વિટામીન Cથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન કરવું

પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન Cથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.

વૃધ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખો અને પડોશીઓ કે જેઓ એકલા રહે છે ખાસ કરીને વૃદ્ઘોની

સુખાકારી વિશે ધ્યાન રાખો. શિયાળામાં ફ્ક્ત વહેતું ભરેલું નાક અથવા નાકમાંથી

રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે.

જે સામાન્ય રીતે શરદીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે વધે છે.

આવા લક્ષણો માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ઠંડી દરમ્‍યાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવું.ત્‍વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો.

શકય હોય તો સાદા સાબુના બદલે ગ્‍લીસરીન યુકત સાબુનો ઉપયોગ કરવો.

ઉપરોકત તમામ બાબતો જરૂરી આરોગ્‍ય શિક્ષણ આરોગ્‍ય કર્મચારી દ્રારા આપેલ માર્ગદશન મુજબ રોજીંદી જીવન શૈલીમાં

કાળજી રાખવા જાહેર ઉપરોકત તમામ બાબતોની કાળજી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

 

READ   MORE  :

 

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર,જમ્મુ-કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાનથી લોકો થરથર ધ્રૂજ્યા !

આગામી થોડા દિવસોમાં શીત લહેરો આવવાની શક્યતા છે 

ગરમ કપડાંઓની સાથે કટોકટીનો પુરવઠો જેમ કે ખોરાક, પાણી, ઈંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને

મૂળભૂત દવાનો જથ્થો રાખવો જોઈએ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.

આંગળીઓ વડે ગ્લોવ્સ કરતાં મિટન્સ (આંગળીઓ વિના) પસંદ કરો, મીટન્સ ઠંડીથી વધુ હૂંફ અને ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે,

કારણ કે આગળીઓ તેમની હૂંફ વહેંચે છે અને સપાટીના ઓછા વિસ્તારને ઠંડાથી બહાર કાઢે છે.

તમારા ફેફસાંને સુરક્ષિત રાખવા માટે તમારા મોં અને નાકને ઢાંકો. કોવિડ-૧૯ અને અન્ય શ્વસન ચેપથી બચાવવા માટે

બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ. આમ ઉપરોક્ત માર્ગદર્શિકાનું પાલન કરીને પોતાને કોલ્ડવેવથી સુરક્ષિત રાખીએ.

 

READ   MORE  :

 

ગુજરાતમાં ઠંડીનું જોર, અમદાવાદમાં પ્રથમવાર 11.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કોલ્ડવેવની આગાહી જાહેર !

ગુજરાત સરકાર ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ વધી, AI માટે 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરી !

અમદાવાદથી વિદેશ ફરવાનો ખર્ચ વધ્યો , મુંબઈ-દિલ્હી થઈને જાઓ તો નફામાં રહેશો !

 

Share This Article
Exit mobile version