આંધ્ર પ્રદેશની વન્યજીવ પ્રેમી મહિલા સાથે લગ્ન કર્યા બાદ કરોડોના રક્ત ચંદનના લાકડાની દાણચોરીનું ષડયંત્ર ઘડ્યું

 પાટણના સિધ્ધપુર હાઈવે પર આવેલા શ્રેય ગોડાઉનના 70 નંબરના પ્લોટમાંથી

લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા બે કરોડની કિંમતનો 4 ટન વજનનો પ્રતિબંધિત લાલ

ચંદનના લાકડાનો જથ્થો જપ્ત કરી પાટણ, મહેસાણા અને ડીસાના ત્રણ શખસોને

દબોચી લીધા હતા. આંધ્ર પ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્કફોર્સ  દ્વારા

લાલ ચંદનની તસ્કરી અંગેના મળેલા ઈનપુટના આધારે પાટણ લોકલ ક્રાઈમ

બ્રાન્ચે લાલ ચંદનની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં જપ્ત કરાયેલ લાલ

ચંદનનો જથ્થો મલેશિયા અને ચાઈના જેવા દેશોમાં એક્સપર્ટ કરવાની

ફીરાકમાં ઝડપાયેલા શખસો હોવાનું સામે આવ્યું છે. આંધ્રપ્રદેશના રેડ

સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરી કરવા

બાબતે પાટણ પોલીસને ઇનપુટ મળ્યા હતા. જેના આધારે પાટણ લોકલ ક્રાઈમ

બ્રાન્ચે  લાલ ચંદનની તસ્કરી સંદર્ભે ટીમની રચના કરી હતી. હ્યુમન સોર્સ અને

ટેકનિકલ એનાલીસ કરતાં પ્રાપ્ત માહિતી અન્વયે પરેશ કાંતીજી  ઠાકોર ,

હંસરાજ વીરાજી  જોષી તથા ઉત્તમ નંદકિશોરભાઇ સોનીની અટકાયત કરવામાં આવી હતી. 

 

 

 

READ MORE : 

Vishal Mega Mart IPO day 3 : GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, અરજી કરવી કે નહીં?

પ્રેમ અને છેતરપિંડી: આંધ્રપ્રદેશની મહિલા સાથે લગ્ન કર્યા પછી ચંદન લૂંટની યોજના

રક્ત ચંદનની દાણચોરીમાં પકડાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીના પ્રેમ લગ્ન

આંધ્રપદેશની મહિલા સાથે થયા છે અને જેના કારણે આ આરોપીને આંધ્રપ્રદેશમાં

લાલ ચંદનની તસ્કરીનો પ્લાન બનાવવા તેમજ સ્થાનિક તરસ્કરો સાથે સબંધ

બનાવવા માટે આંધ્રપ્રદેશની સ્થાનિક ભાષામાં સરળતા મળી હતી.

જે બાદ બાદ આંધ્રપ્રદેશના ફોરેસ્ટમાંથી આ લાલ ચંદન આશરે દોઢથી બે કરોડમાં

લાવવામાં આવ્યું હતું. જોકે જે ત્રણ આરોપીઓ પકડાયા છે તેમાંથી એક

આરોપીએ આ લાલ ચંદન ખરીદવા રૂપિયા પુરા પાડવાની મદદગારી કરી છે. 

ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સનીટીમ

અત્રે આવતાં પાટણ ખાતેથી 4.5 ટન વજનનો  અને રૂપિયા બે કરોડથી

વઘુનો લાલ ચંદનનો 150 થી વધુ લોગનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ, અન્ય

વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

જયારે  લાલ ચંદનની હેરાફેરી અંગેનો ગુનો ચિરૂપતી પોલીસ મથકે નોંધાયેલા

હાવાથી આંધ્રપ્રદેશ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા   આરોપીઓના ટ્રાન્સીઝીસ્ટ 

રિમાન્ડ મેળવી લાલ ચંદન તસ્કરીના ગુનામાં કાર્યવાહી કરાશે.

READ MORE : 

અમદાવાદમાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: રિવરફ્રન્ટ પર મોટાપાયે બોટલોની હેરાફેરી

Gold Price Today : સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું રૂ. 80,000ની અંદર તૂટ્યું, ચાંદીમાં રૂ. 3500નો ઘટાડો

 
 

 

 

 

 

 

 

 

Share This Article
Exit mobile version