અમદાવાદના કૂતરાઓ માટે
અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી પકડાયેલા પાલતુ અને રખડતા કૂતરાંની ઓળખ પ્રસ્થાપિત કરવા મ્યુનિસિપલ તંત્ર રેડીયો ફ્રીકવન્સી
આઈડેન્ટીફીકેશન ડેટા ટેગ અને ચીપ લગાવશે.
આર.એફ.આઈ.ડી.ટેગ અને વિઝયુલ ઈયર ટેગ લગાવવા રુપિયા 1.80 કરોડની મર્યાદામાં બે વર્ષ માટે મે.બીઝ ઓરબીટ ટેકનોલોજી નામની
સંસ્થાને કામગીરી અપાશે.
રખડતા પશુઓ બાદ હવે શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી તેના માલિક સાથે ઓળખ આપવામાં આવશે.
અમદાવાદમાં એક અંદાજ મુજબ બે લાખ જેટલી કૂતરાંની વસ્તી છે.
READ MORE :
સંભલ હિંસા: 800 આરોપીઓ પર કેસ, ડ્રોનની મદદથી તસવીરો મળી
નર્મદા જયંતિ પર વિશેષ ઉત્સવ : નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરવા માટે ભક્તોનો ઉત્સાહ
અંકલેશ્વર બાદ દાહોદમાં 168 કરોડ રૂપિયાના 112 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદના કૂતરાઓ માટે
પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા શહેરમાં પાલતુ તેમજ રખડતા કૂતરાંને તેનુ ખસીકરણ કરવામાં આવ્યા.
બાદ તેની ઓળખ ઉભી કરવા આર. એફ.આઈ.ડી.ચીપ તેમજ વિઝયુલ ઈયર ટેગ લગાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ
મુકવામાં આવી છે.
મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપૂતે કહ્યું, વિભાગ તરફથી પશુ ત્રાસ અટકાવ પોલીસી તથા એબીસી ડોગ રુલ્સ-2023 મુજબ
રખડતા કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવાની સાથે કૂતરાંના માલિક તથા કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી ઓળખ આપવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવામાં આવે છે.
હવે રખડતા અને પાલતુ કૂતરાંની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.માઈક્રો ચીપ લગાવવા કૂતરાં દીઠ
રુપિયા 285 વિઝયુઅલ ઈયર ટેગ લગાવવા કૂતરાં દીઠ રુપિયા 30નો ભાવ એજન્સી તરફથી આપવામાં આવ્યો છે.
read more :
સુરત : સ્કૂલ વેન પલટી ખાતાં વિદ્યાર્થીઓ ઘાયલ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા