Ahmedabad News : સેવાસેતુ ખાતે મેયરની હાજરીથી સમસ્યાઓનું નિરાકરણ ન આવ્યું: આ શા માટે છે

By dolly gohel - author
16 09

Ahmedabad News

અસારવાના ખંડુભાઈ દેસાઈ હોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારની વિવિધ યોજના

તથા મ્યુનિ.સેવાઓને લઈ  સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં  વહીવટીતંત્રની બેદરકારી સામે આવી હતી.

મ્યુનિ. સંચાલિત કોમ્યુનિટી હોલમાં માઈક સિસ્ટમ જ નહોતી. મેયર પ્રતિભા જૈનના ઘ્યાનમાં આ બાબત આવતા

તેમણે કાર્યક્રમમાં જ મઘ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રામ્યા ભટ્ટને ઠપકો આપતા ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે

મેયરની માફી માંગી હતી.

શાહીબાગ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાગર પિલુચિયાને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

આધારકાર્ડ કઢાવવા તથા સુધારા વધારા કરાવવા પહોંચેલા તેમજ જન્મના દાખલામાં સુધારા કરવા ગયેલાઓના કામ જ ન થતા તેમને પરત

ફરવાની ફરજ પડી હતી.

અસારવા ખાતે આવેલો ખંડુભાઈ દેસાઈ હોલ વાતાનૂકુલિત છે. આમ છતાં આ હોલમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમને ઘ્યાનમા

લઈ વિવિધ સ્થળે એક ડઝન જેટલા એર કુલર મ્યુનિ.તંત્ર તરફથી વ્યવસ્થાના ભાગરુપે મુકવામાં આવ્યા હતા.

મેયર પ્રતિભા જૈનની અઘ્યક્ષતામાં કાર્યક્રમની શરુઆત થઈ ત્યાં સુધી મ્યુનિસિપલ વહીવટી તંત્રના હાજર એવા અધિકારીઓનું ઘ્યાન એ

બાબત ઉપર ગયુ નહોતુ.

કે, હોલમાં માઈક સિસ્ટમની જરુર હોવા છતાં માઈક સિસ્ટમ મુકવામા આવી જ નહતી.

 

 

 

 

Ahmedabad News

read more :હવામાન અપડેટ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણ

શા માટે કેટલાક કોષ્ટકોમાં ફક્ત નામો હોય છે અને બીજું ઘણું નથી

મેયરે મઘ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને બોલાવીને ઠપકો આપ્યા બાદ માઈક સિસ્ટમની વ્યવસ્થા

તંત્ર તરફથી કરવામાં આવી હતી. અરજદારોને ખુટતા પુરાવા હોય તો અન્ય વિભાગ સાથે સંકલન કરીને સ્થળ ઉપર પ્રશ્નનુ નિરાકરણ લાવવાનું હતું.

આમ છતાં કાર્યક્રમમાં પહોંચેલા અરજદારોને પુરાવા લાવો, જરુરી સુધારા-વધારા કરીને આવો એ પ્રકારના જવાબ આપવામા આવતા

લોકો નિરાશ થઈ કામ નહીં થતા કાર્યક્રમનુ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.

ચાર ઝોન માટે સંયુક્ત કાર્યક્રમ હોવાછતાં અસારવા વોર્ડ સિવાય અન્ય વિસ્તારના લોકો પહોંચ્યા નહતા.

સેવાસેતુ કાર્યક્રમમાં કેટલાક ટેબલ તો માત્ર નામ પુરતા રાખવામાં આવતા અરજદારો અવઢવમાં મુકાયા હતા.

જન્મના પ્રમાણપત્રમાં સુધારા કરાવવા માટેનુ ટેબલ કયાં રખાયું હતું એ કોઈને ખબર ન હતી. એક ટેબલ ઉપર આરબીડી એવુ બોર્ડ મુકાયું હતું.

ઓછું ભણેલા અરજદારો રજિસ્ટાર બર્થ એન્ડ ડેથનુ અંગ્રેજી શોર્ટફોર્મ સમજી શકયા નહોતા.આવકનો દાખલો મેળવવા કે અન્ય કોઈ કામ માટે

નોટરી કરાવવા માટે રાખવામા આવેલા ટેબલ ઉપર સવારના 11.30 કલાક સુધી એક પણ નોટરી હાજર ન હતા.

 

read more :Gujarat News : CBSE ડેટ શીટ : 10 અને 12 ની પરીક્ષાનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે !

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.