પધરાવી દેવાના કૌભાંડમાં પકડાયેલા નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્વિયનને કારંજ પોલીસે આજે ઘી
કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં તેણે પોલીસને તેને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેથી કોર્ટે આરોપી મોરીસ ક્રિશ્વિયનને સાબરમતી જેલમાં મોકલી આપી સારવાર માટે હુકમ કર્યો હતો
અને આજે મેડિકલ રિપોર્ટ રજૂ કરવા પોલીસને જણાવ્યું હતું.
રિપોર્ટ બાદ કોર્ટ દ્વારા મોરીસ ક્રિશ્વિયનના રિમાન્ડની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.
બીજીબાજુ, બહુ ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, મોરીસ ક્રિશ્વિયન પાસે વકીલાતની
કાયદેસરની કોઇ જ ડિગ્રી જ નહી હોવાછતાં તે છેલ્લા 25-30 વર્ષોથી વકીલ તરીકે ગેરકાયદે રીતે પ્રેકટીસ કરે છે.
નકલી જજ અને નકલી વકીલ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયન અગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને
ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ મોટો ખુલાસો કર્યો હતો કે, મોરીસ ક્રિશ્વિયને ગુજરાત બાર
કાઉન્સીલના રોલ પર નોંધાયેલ વકીલ જ નથી. અગાઉ મોરીસે જયારે બાર કાઉન્સીલમાં સનદ મેળવવા
માટે જૂલાઇ-2007માં અરજી કરી ત્યારે ગુજરાત બાર કાઉન્સીલે મોરીસે તેના પ્રમાણપત્રોનું વેરીફિકેશન કરાવ્યું હતું
અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પાસેથી ખરાઇ કરાવી હતી.
read more :
મોરીસે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અનોખું સિસ્ટમ ઉપયોગ કરી અદ્ધિક ખુલાસો કર્યો
જેમાં ખુદ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ જ ડિસેમ્બર-2007માં જણાવ્યું હતુંકે, મોરીસ ક્રિશ્વિયન
સનદ મેળવવા માટેની લાયકાત કે યોગ્યતા ધરાવતા નથી. એ પછી બાર કાઉન્સીલ તરફથી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોરીસ ક્રિશ્વિયન વિરૂઘ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી,
જેમાં કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતાં ક્રાઇમબ્રાન્ચને તપાસ પણ સોંપાઇ હતી.
તેણે 2002માં અખિલ ભારતીય શિક્ષા સંસ્થા, નવી દિલ્હી ખાતેથી એલએલબીની ડિગ્રી મેળવી હતી
અને અગાઉ બી.કોમ પણ આ જ યુનિવર્સિટીમાંથી કર્યું હતું અને તે ઇન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય છે,
તેથી ક્રાઇમબ્રાન્ચે ગુજરાત બાર કાઉન્સીલનો અભિપ્રાય પણ માંગ્યો હતો કે, શું આ મોરીસ ક્રિશ્વિયન કાયદેસર વકીલ છે
અને શું ઇન્ટરનેશનલ બાર કાઉન્સીલનો સભ્ય હોય તો તે અહીં વકીલાત કરી શકે..?
જેથી બાર કાઉન્સીલે સ્પષ્ટ કર્યુ હતુંકે, મોરીસ ક્રિશ્વિયન દેશના કોઇપણ રાજયની બાર કાઉન્સીલમાં સભ્ય નથી
અને તે ગુજરાતમાં પણ રોલ પર નોંધાયેલ વકીલ નથી કે તેને કોઇ કાયદેસર સનદ આપવામાં આવી નથી.
મોરીસ જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોવાનો દાવો કરે છે તે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત જ નથી.
મૌન ન્યાય:મને આરોપી તરીકે ના સંબોધો
આજે પોલીસે જયારે આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે પણ આરોપી એવી
જજ તરીકેની પોતાની ડંફાશ મારવામાંથી બહાર નહોતો આવ્યો. તેણે કોર્ટમાં જણાવ્યું કે,
મને આરોપી તરીકે ના સંબોધો. હું હજુ પણ આર્બીટ્રેટર જજ છું. મારી પાસે ડિગ્રી છે.
પોતાની પાસે કોઇ જ કાયદેસર સનદ નહી હોવાછતાં મોરીસે પોતાનો જજ અને વકીલ હોવાનો દાવો હજુય ચાલુ રાખ્યો હતો.
વર્ષ 2015માં પણ શહેરના ડ્રાઇવઇન રોડ વિસ્તારમાં હિમાલયા મોલ પાસે મારૂતિ ટાવરમાં રહેતા
એક પીડત દ્વારા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયન વિરૂઘ્ધ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
અને જણાવાયું હતું કે, મોરીસ ક્રિશ્વિયન ગાંધીનગરમાં કોલાવડા રોડ, સેકટર-24 ખાતે નકલી આર્બીટ્રેશન
ટ્રિબ્યુલન ઉભી કરી નકલી આબીટ્રેટર જજ બની તેમની પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા.
તે રકમ પરત અપાવવા અને મોરીસ ક્રિશ્વિયને આ પ્રકારે અનેક લોકોને નકલી જજના નામે છેતર્યા હોઇ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી.
ગાંધીનગર કોર્ટમાં પણ આ પ્રકારનો કેસ મોરીસ વિરૂદ્ધ ચાલી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયના અનેક
લોકો મોરીસ ક્રિશ્વિયનની છેતરપીંડીનો ભોગ બન્યા છે અને જુદી જુદી કોર્ટોની તેની સામે કેસો થયેલા છે.
read more :
શું પૂરની પરિસ્થિતિમાં સેવા આપનાર સફાઈ સેવકોને નોકરી મળવાની આશા છે?
Baroda News : વડોદરા ગેસ કંપની દ્વારા 10,000 ગ્રાહકોને અસર