TikTok પર અમેરિકાનુ કડક પગલું : ભારત પછી હવે અમેરિકા TikTok પર પ્રતિબંધિત, પ્લે સ્ટોર્સ પરથી દૂર

TikTok પર અમેરિકાનુ કડક પગલું 

અમેરિકા મા ટિકટોક એ કામ કરવાનું બંધ કરી દીધું છે.

આનો અર્થ એ થયો કે અમેરિકામાં લોકો હવે આ લોકપ્રિય શોર્ટ-વીડિયો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં.

મહિનાઓની કાનૂની લડાઈ પછી શુક્રવારે 17 મી જાન્યુઆરી એ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ટિકટોક

પર પ્રતિબંધ મૂકવાના કાયદાને મંજૂરી આપી હતી.

ટિકટોકને એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવી છે અને ટિકટોકની અમેરિકન વેબસાઇટ પર વીડિયો નથી ચાલી રહ્યા.

આ કાયદા પર ગત વર્ષે રાષ્ટ્રપતિ જો બાઇડને હસ્તાક્ષર કર્યા હતા.

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોકને અમેરિકામાં થોડા સમય માટે શરૂ રાખવાના પક્ષમાં છે.

ટ્રમ્પે 22 ડિસેમ્બરે એરિજોના સ્ટેટની રાજધાની ફીનિક્સમાં આ વાત પર ભાર અપાયો હતો

અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટિકટોક પર તેમના વીડિયોને અરબો વ્યૂ મળે છે.

ટિકટોક પર પ્રતિબંધ કેમ મૂક્યો?

અમેરિકાના અધિકારીઓએ ટિકટોક પર ચિંતા વ્યક્ત કરી છે, તેમણે દાવો કર્યો છે કે, ટિકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

ચીની સરકાર આ એપનો ઉપયોગ અમેરિકનોની જાસૂસી કરવા અથવા કઈ સામગ્રી બતાવવામાં આવે છે

અથવા છુપાવવામાં આવે છે તેને નિયંત્રિત કરીને ગુપ્ત રીતે જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે કરી શકે છે.

આ ચિંતા ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓથી ઉદ્ભવી છે, જે કંપનીઓને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં મદદ કરવાની જરૂર છે.

FBIના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું કે ચીની સરકાર ટિકટોકના સોફ્ટવેર દ્વારા અમેરિકનોના ઉપકરણોને એક્સેસ કરી શકે છે.

અને તેમની સાથે ચેડા કરી શકે છે.

 

TikTok પર અમેરિકાનુ કડક પગલું

 

અમેરિકાને 5 વર્ષ પછી સમજાયું

ભારતે 2020માં જે જોખમ અનુભવ્યો હતો. અમેરિકાને ત્યાં પહોંચવામાં બીજા 5 વર્ષ લાગ્યા.

અમેરિકામાં સોમવાર, 20 જાન્યુઆરીથી TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જો TikTokની પેરેન્ટ કંપની બાઈટ ડાન્સના માલિક Zheng Yiming નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની શરતો સાથે સહમત નહીં થાય.

તો TikTok ઈતિહાસના પાનામાં ઘટી જશે.

ભારતમાં પ્રતિબંધ સાથે અમેરિકામાં TikTok વિરુદ્ધ વાતાવરણ ઊભું થવા લાગ્યું.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ આ એપ સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો.

રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ પ્રાઈમરી ડિબેટ દરમિયાન, નિક્કી હેલીએ કહ્યું

કે આપણે ખરેખર TikTok પર કાયમ માટે પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

અને હું તમને શા માટે જણાવું છું. તેનું કારણ સમજાવતાં તે કહે છે કે, દર 30 મિનિટે એક વ્યક્તિ TikTok જુએ છે.

તે 17% વધુ સેમિટિક વિરોધી અને હમાસ તરફી બની જાય છે.

READ  MORE  :

ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના: સી પ્લેનની દુર્ઘટના, પાઈલટ સહિત 3 લોકોના મોત, 3 દર્દીઓ ઈજાગ્રસ્ત

 

અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય  શું છે?

અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય અનિશ્ચિત છે. સમય જતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એપ્લિકેશન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દેશે.

કારણ કે નવા કાયદા હેઠળ એપલ અને ગુગલ જેવા એપ સ્ટોર્સમાંથી અપડેટ્સ અને સપોર્ટ બ્લોક કરવામાં આવશે.

આખરે ટિકટોક દેશમાં સંપૂર્ણપણે બિનઉપયોગી બની શકે છે.

 અમેરિકામાં ટિકટોક યુઝર્સ જ્યારે એપ ખોલે છે ત્યારે એક મેસેજ આવે છે.

જેમાં લખ્યું છે કે, અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો છે.

કમનસીબે, આનો અર્થ એ છે કે તમે હાલમાં ટિકટોકનો ઉપયોગ કરી શકતા નથી.

અમે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ પદ સંભાળ્યા પછી ટિકટોક ફરીથી શરૂ કરશે.

કૃપા કરીને અમારી સાથે જોડાયેલા રહો.

READ  MORE  :

 

ટ્રમ્પનો શપથ સમારોહ : હજારો લોકોના સમર્થન અને વિરોધનો દેખાવ , અનેક પરંપરાઓ તોડશે

અમેરિકાની ઠંડી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય : 1985 પછી પ્રથમ વખત US કેપિટલમાં શપથ સમારોહ યોજાશે

ફ્રાંસ: સંસદમાં અવિશ્વાસની દરખાસ્તમાં વડાપ્રધાન માઈકલ બર્નીયર પરાજિત

Share This Article