વડોદરાના પાણીગેટમાં વીજ ચોરીની તપાસમાં 26 લાખ રૂપિયાની ચોરી સામે આવી

By dolly gohel - author

 

read more : 

આધાર અપડેટની મુશ્કેલીઓ : કચ્છમાં ડિજિટલ ઈન્ડિયાના વાયદા થયા ધોળા

વડોદરાના પાણીગેટમાં
 
વડોદરા શહેરમાં વીજ ચોરી પકડવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ છેલ્લા કેટલાક દિવસોથી ઝુંબેશ શરૂ કરી છે.
 
જેના ભાગરૂપે આજે શહેરના સંવેદનશીલ ગણાતા બાવામાનપુરા, કાઞલાચાલ, પાણીગેટ શાકમાર્કેટ, નાલબંધવાડા, માસૂમ ચેમ્બર,

હજરત એપાર્ટમેન્ટ, ઈકરા ફલૅટ, બાવચાવાડ, મહાકાલી નગર, વીમા દવાખાના, આસપાસ વિસ્તારમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

અને તેમાં કુલ 350 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. તે પૈકી 40 વીજ જોડાણમાં વીજચોરી ઝડપાઇ હતી.

જેનું 135/126 કલમ હેઠળનું વીજચોરીનું બિલ રૂપિયા 26.70 લાખ જેટલું આવેલ છે.

આ પહેલા શહેરના વાડી વિસ્તારમાં પણ વીજ ચેકિંગ કરાયું હતું અને તેમાં 30 લાખ ચોરી ઝડપાઈ હતી. 

આજના ચેકિંગ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં વીજ ચોરી માટે મીટર સાથે પણ ચેડા કરાયા હોવાનું

અને કેટલાક કિસ્સામાં વીજ લાઈન પરથી સીધો જ જોડાણ લેવામાં  આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

ભાજપમાં ચાલતી ચર્ચા પ્રમાણે ધારાસભ્યોની જેમ કોર્પોરેટરો એ પણ તેમના વિસ્તારમાં નૂતન વર્ષ નિમિત્તે મિલન સમારંભ યોજવા જોઈએ.

જેથી કાર્યકર્તાઓ અને લોકો સાથેનો સંપર્ક વધુ સારી રીતે થઈ શકે તેમ છે.

read more :

C2C Advanced Systems IPO allotment : જાણો GMP અને સ્ટેટસ ઓનલાઈન ચેક કરવાના સ્ટેપ

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.