GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજર ભરતી પરીક્ષાને લઈ સંમતી પત્ર

લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આગામી તા. 19 જાન્યુઆરીનાં રોજ યોજાનાર ભરતી

પરીક્ષા યોજાવાની છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં

સંમતિ પત્ર લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભરતી પરીક્ષા

યોજાનાર છે. તેમજ પરીક્ષા બાદ ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. તેમજ આગામી તા.

27 ડિસેમ્બર સુધી સંમતી પત્ર ભરી શકાશે. તેમજ જીપીએસસીનાં ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.

GPSCના ચેરમેન તરીકે હસમુખ પટેલે આજે ચાર્જ સંભાળ્યો છે સવારે 10:30 કલાકે GPSCના

ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો છે ત્યારે GPSCના સિનિયર સભ્ય આશાબેન તેમને શપથ લેવડાવ્યા

છે,હસમુખ પટેલે પોલીસ સર્વિસ IPSમાંથી રાજીનામું આપી દીધું છે.ત્યારે ભવિષ્યમાં જીપીએસસીના

ઉમેદવારોની ભરતથી લઈ તમામ કામગીરી હસમુખ પટેલના મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે.

 

 

 

READ MORE : 

સોશિયલ મીડિયા પર એક વીડિયો, યુવકનો ખોટો વર્તન, મહિલાએ 25 થપ્પડથી જબરદસ્ત જવાબ આપ્યો

ગુજરાત કેડરના 1993 બેચના એક IPS અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ.

આઈપીએસ હસમુખ પટેલે પોલીસની સક્રિય સેવામાંથી રાજીનામું આપ્યું છે.હસમુખ પટેલની જીપીએસસીના

ચેરમેન તરીકે નિમણુંક થતાં રાજીનામું આપવાની વાત સામે આવી છે,હાલમાં પોલીસ ભરતી બોર્ડ અને

પંચાયત પસંદગી બોર્ડની નિમણુંક સંદર્ભે સરકાર નિર્ણય લેશે.હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડ અને

પંચાયત પસંદગી બોર્ડમાં સેવા આપી છે,તેમના માર્ગદર્શનનો સારો એવો લાભ ઉમેદવારોને પણ મળી

રહ્યો છે,રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું

સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે એવી

અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો

હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને

સોંપવામાં આવ્યો હતો.તેમને મોસ્ટ ક્રેડિબલ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તે સોશિયલ મીડિયાનો

ઉપયોગ કરે છે,પરંતુ પોતાના માટે નહીં. તે આ નવી-નવી ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય લોકો અને યુવાનોનેપ્રોત્સાહિત તેમજ જાગૃત કરવા માટે કરે છે.

1993 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે હસમુખ પટેલ

હસમુખ પટેલ અત્યારે ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવે છે

જૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં આયોજિત કરવાનું છે લક્ષ્ય 

READ MORE : 

‘Baby John’: દિલજીત દોસાંઝ, વરુણ ધવન, કીર્તિ સુરેશના ‘નૈન મટક્કા’ ગીત પર થિરકવાની તૈયારી કરો!

સેમસંગ ગેલેક્સી M35 5G: બજેટ-ફ્રેન્ડલી પાવરહાઉસ મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ !

 
 

 

 

                                                                         

 

 

 

 

Share This Article
Exit mobile version