વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં
વડોદરામાં થોડા દિવસ અગાઉ સર્જાયેલ ભીષણ આગની ઘટના ભુલાય નથી તેવામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ હતી.
જેમાં IOCLમાં નવા બની રહેલા પ્લાન્ટમાં લોખંડની ગડરો ધડાકા ભેર તૂટી પડી હતી.
વડોદરામાં આવેલ ગુજરાત રિફાયનરીમાં વધુ એક દુર્ઘટના સર્જાઇ હતી.
ગુજરાત રિફાઈનરીમાં દુ્ર્ઘટના ઘટી હતી. જેમાં IOCLમાં નવા બની રહેલા પ્લાન્ટમાં આ ઘટના સર્જાઇ હતી.
જેના કારણે આસપાસની સોસાયટીના મકાનો ધ્રુજી ઉઠ્યા હતા.
20 થી 30 ફુટ ઉંચાઈથી લોખંડની ગડર તૂટી
મળતી માહિતી મુજહ વડોદરામાં આવેલ ગુજરાત રિફાયનરીમાં IOCLમાં નવા બની
રહેલા પ્લાન્ટમાં લોખંડની ગડરો ધડાકા ભેર તૂટી પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 20 થી 30 ફુટ ઉંચાઈથી લોખંડની ગડર તૂટી નીચે પડી હતા.
જેને લઇ બાજુમાં આવેલી સોસાયટીના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી.
વડોદરાની આ રિફાયનરીમાં થોડા સમય અગાઉ જ એક ઘટના સર્જાઇ હતી.
જેમાં દુર્ઘટનામાં ટેન્ક બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો.
આ ઘટનામાં બે કર્મચારીના કરૂણ મોત નીપજ્યા હતા.
આ સમગ્ર મામલે લીલા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં.
Read More : ગોઝારો ગુરુવાર! રાજ્યમાં 4 અકસ્માતોમાં આઠના મોત, જાણો ક્યાં અને કેવી રીતે બની ઘટના
ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી, ગુનાના સ્થળેથી ઇ-પંચનામું તૈયાર કરીને સીધું જ કોર્ટમાં મોકલશે !
Vadodara : દુલ્હનના પોશાકમાં નવો ટ્રેન્ડ: ચાંદીના તારથી તૈયાર કરવામાં આવતી ભવ્ય ગુંથણીઓ
Maharashtra : મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણ અપમાન મુદ્દે ટીયર ગેસના ઉપયોગ સાથે હિંસા અને પથ્થરમારો