Banaskantha News : શું છેલ્લી ઘડીની ઉમેદવારોની જાહેરાત વાવમાં કોંગ્રેસની રમતને બદલી શકે છે?

By dolly gohel - author
23 12

Banaskantha News

બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે .

ત્યારે ભાજપ કોને ચૂંટણી મેદાને ઉતારે છે તેના પર કોંગ્રેસની નજર ઠરી છે.

સૂત્રોના મતે, કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારના નામની ઘોષણા કરશે. 

વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે.

હવે આ બેઠક પર તા. 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે ભાજપ

કોંગ્રેસે મૂરતિયાની શોધખોળ આદરી છે. આ તરફ, કમલમમાં બેઠક બાદ દાવેદારોના નામ દિલ્હી હાઇકમાન્ડને મોકલી દેવાયા છે.

જ્યારે કોંગ્રેસમાં પણ કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. 

વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે.

જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે.

અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

23મી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે. 

ભાજપ ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ જ કોંગ્રેસ મૂરતિયો કોણ છે તે નામની ઘોષણા કરશે. 

મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રદેશ નેતાઓ સાથે વાવના દાવેદારો સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

23 10

read more : 

India News : ભારતના સમુદ્રમાં રશિયાના બ્લેકહોલનું રહસ્ય , સાયલન્ટ કિલરને જોતાં ચીન અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા શું છે કારણ?

લગ્ન પહેલા ગર્ભિણી થઈ ઈન્ડિયન આઈડલની જાણીતી ગાયિકા અરુણિતા કાંજીલાલ વાયરલ તસવીરે ધમાલ મચાવી

Banaskantha News

કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ ખુલ્લા પરદેશી

વાવ બેઠક પર ઠાકરશી રબારી અને ગુલાબસિંહ રાજપૂત મજબૂત દાવેદારો મનાઇ રહ્યાં છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે એકાદ દિવસમાં જ ખબર પડશે.

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે.

જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે.

આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત

સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે. 

તારાબેન ઠાકોર

અમથુજી ઠાકોર

કરશનજી ઠાકોર

ગગજી ઠાકોર

વીરાજી ઠાકોર

દિલીપ વાઘેલા

રજનીશ ચૌધરી

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું.

જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી.

જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.

જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક

પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી,

 

23 11

Banaskantha News

વાવ બેઠક પર પ્રતિબંધ: 13 થી 20 નવેમ્બર સુધી

જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા

પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે.

જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની

તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ

હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. 

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’

અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ નિયમનો ભંગ કરનાર સામે આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.

જેના અનુસંધાને રાજ્યમાં 13મી નવેમ્બરથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા

મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

આ જોગવાઈઓનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. 

 

read more :   

Bigg Boss 18 Promo : 90ના દાયકાની સ્ટાર શિલ્પા શિરોડકર સલમાન ખાનના હોસ્ટ શો સાથે ટેલિવિઝન પર જોવ મળશે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.