દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જતા પહેલાં ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

29 10 07

દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના

સમયથી પૂરતા વહેલા પહોંચી જવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે.

અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ‘દિવાળીના તહેવારોમાં એરપોર્ટમાં

ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની

ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે એરપોર્ટમાં ફ્લાઈટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે’ 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270

જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.

અમદાવાદ એરપોર્ટમાં સામાન્ય રીતે દરરોજ સરેરાશ 33,800 મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે.

પરંતુ દિવાળીના તહેવારમાં મુસાફરોની અવર-જવરનો આંક 80 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે.

ગત વર્ષે નવેમ્બરમાં દિવાળી હતી ત્યારે દૈનિક સરેરાશ 33,486 મુસાફર નોંધાયા હતા.

 

58

 

read more : 

દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે,

“મનના પ્રકાશની જાગૃતિ”.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ,

અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે.

આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો

તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને

અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ

અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ

થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે.

આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ

તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે

– આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મણ).

 

 

57

 

દિવાળી વેકેશન માટે શ્રેષ્ઠ સ્થળ

દિવાળી રજા દરમિયાન ઘણા લોકો ફરવા જાય છે. પરિવાર અને મિત્રો સાથે ફરવાની

મજા જ કંઇક અલગ હોય છે. હાલ સોલ ટ્રાવેલ એટલે કે એકલા ફરવા જવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

લોકો બજેટ અનુસાર ફરવા જવાના સ્થળો નક્કી કરે છે. ઘણા લોકો ફરવા જવાની ઇચ્છા

હોવા છતાં પૈસાના અભાવે જઇ શકતા નથી. અહીં અમે તમને એવા સ્થળો જાણકારી

આપી રહ્યા છીએ જ્યાં અત્યંત ઓછા ખર્ચે પ્રવાસની ભરપૂર મજા માણી શકાય છે. ઘણી જગ્યાએ

રહેવા, ખાવાની સુવિધા મફત કે અત્યંત ચાર્જમાં મળી રહે છે.

હરિદ્વાર અને ઋશિકેશ પ્રખ્યાત તીર્થધામ છે. લાખો કરોડો લોકો દર વર્ષે હરિદ્વાર ફરવા આવે છે.

હરિદ્વારમાં ઘણા દર્શનિય મંદિર છે. તો ઋષિકેશમાં પ્રવાસીઓ ગંગા નદીમાં રિવરક્રાફટિંગ

અને બેટિંગની મજા માણે છે. જો તમે હરિદ્વાર ફરવા જવાના હોય તો ગીતા ભવન રોકાવા

માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. ગંગા નદી કિનારે આવેલા ગીતા ભવનમાં મુલાકાતીઓ માટે

રોકાવાની અને ખાવાની મફત સુવિધા ઉપલબ્ધ છે. 

 

read more : 

Stock Market : BEL, Kansai Paints માટે વ્યૂહરચનાત્મક ખરીદીની તક, રૂપક દે સૂચવે છે જ્યારે ભારતીય શેરબજાર 5 દિવસના ઘટાડા પછી વધે છે

અભિનેતા વિજયનો સન્ડે સ્પ્લેશ: શું થાલાપથી તમિલનાડુના દ્વિધ્રુવી રાજકારણને હલાવી નાખશે?

સોના-ચાંદીના ભાવનાં અગનથી ઘરેણાંની ઝાકઝમાળ ઝાંખી

 

Share This Article
Exit mobile version