Bhavnagar National Highway : સુરત-રાજુલા બસ પાછળથી ટ્રક સાથે અથડાઈ, 6થી વધુના મૃત્યુ

Bhavnagar National Highway : ભાવનગર નેશનલ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ભાવનગરનાં ત્રાપજ પાસે બંધ પડેલ ટ્રક સાથે બસ ધડાકાભેર ટકરાતા હાઈવે લોકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે વહેલી સવારે લોકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

સુરતથી રાજુલા જતી બસ ત્રાપજ પાસે પડેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 થી વધુ લોકાનાં મૃત્યું થયાનાં સમાચાર મળી રહ્યા છે.

જ્યારે 10 થી વધુ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

 

Read More : બે મહિનામાં ૧૪૭૦૧ હૃદયરોગના કેસ, અમદાવાદમાં સૌથી વધુ ૩૦%

ઈજાગ્રસ્તોને 108 મારફતે  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

વહેલી સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

તેમજ 108 મારફતે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમા પાંચ લોકોના મોત થયા છે.

જ્યારે 10 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને 108 મારફતે તળાજા અને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Read More : ગુજરાત પોલીસે નવી ઍપ મેળવી, ગુનાના સ્થળેથી ઇ-પંચનામું તૈયાર કરીને સીધું જ કોર્ટમાં મોકલશે !

 
Share This Article
Exit mobile version