Bhavnagar : ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામમાં ભૂંડ કરડવાના કારણે યુવકનો વિપરીત અંત વીડિયો વાયરલ થયો

Bhavnagar : ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામના યુવકને થોડાં દિવસ પૂર્વે ભૂંડ કરડતા સારવાર મેળવ્યા બાદ કાળજી નહી રાખતા 

યુવકને માનસિક સંતુલન ગુુમાવ સતત દોડાદોડી કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જે યુવકનું ગઈકાલે મોત નિપજ્યું છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે આજે કાળજું કંપાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે.

ગરીબપુરા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ચિથરભાઈ બારીયા (ઉ.વ.૨૪)નો એક વીડિયો વાયરલ થયો હતો.

જેમાં યુવક સતત દોડાદોડી કરી, પોતાની જાતને પછડાટ ખવડાવી, દિવાલ સાથે માથ ભટકાડતો હતો.    

જેને કાબુમાં લેવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ યુવક કાબુમાં નહી આવી શકતા તે

ને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયો નહોતો અને સારવાર મળે તે પહેલા જ તેનો મોત થયું હતું.

 

 

 

 

Read More : મહેસાણા નસબંધી કાંડમાં મોટો ખુલાસો, બોગસ સર્ટિફિકેટથી નોકરી મેળવનાર ઓપરેશન કરનાર ઝડપાયો

યુવકના મિત્ર મનિષભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મૃતકના ભાઈ અને પપ્પા પણ મનોદિવ્યાંગ હતા અને

તેમના માતાનું નિધન થઈ ચુક્યું છે.

ભૂંડ કરડયા બાદ ધીમેધીમે તેમની સ્થિતિ બગડતી જતી હતી.

લોકોને કરડવા દોડવું,જાતે પછડાટ ખાવી,દીવાલ સાથે મસ્તક ભટકાડવા જેવી વૃત્તિ કરતો હતો.

બે ચાર વ્યક્તિ તેઓને પકડી શકતા ન હતા.દોરડે થી બાંધવા અને તે પણ દૂરથી બાંધવાની ફરજ પડી હતી.

Read More : Ashtalakshmi Mahotsav : રાજકારણની પિચ પર ફેશન રૈંપ, જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોડલને આપી માત, જુઓ વીડિયો

Share This Article
Exit mobile version