ઉદ્યોગસાહસિકો માટે સુવર્ણ તક
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન નો શુભારંભ
સમારોહ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને
રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે.
અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે.
તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરી હતી.
આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
ઉદ્યોગસાહસિકો માટે સુવર્ણ તક
ભારત મા સૌથી વધુ યુવાનો છે,તેમને પ્રોત્સાહિત કરવા માટે નરેન્દ્ર મોદી ના માર્ગદર્શ ન મા અનેક વિવિધ કાર્યો થઈ રહયા છે.
અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે.
તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરી હતી.
આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશમાં છેલ્લા 20 વર્ષમાં 33 ટકા નિકાસ કરતું રાજ્ય બન્યું છે.
સમગ્ર દેશમાં 18 ટકાથી વધુ ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો અંદાજે 8.4 ટકા જેટલો છે.
જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે.
વડાપ્રધાનના અથાગ પ્રયત્નો થકી આપણો દેશ અર્થ વ્યવસ્થામાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.
ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં યુવાનો પગભર થવા સરકારના પ્રયત્નો
મંત્રીએ વધુમાં કહ્યું કે, આજે 21મી સદીમાં દેશના યુવાનો ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં પોતાના પગભર થઈ શકે.
તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.
હાલમાં અમલી સ્ટાર્ટ અપ પોલિસી થકી રાજ્યમાં અંદાજે 12 હજારથી વધુ તથા સમગ્ર દેશમાં અંદાજે 1લાખ 50 હજાર કરતાં વધુ સ્ટાર્ટ અપ
કાર્યરત છે.
આજે ગુજરાત એ યુવાઓને સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે અગ્રણી રાજ્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@ 2047 ના સ્વપન ને સાકાર કરવા માટે આપણું રાજ્ય પણ અમૂલ્ય ફાળો નોંધાવી રહ્યું છે.
આજે દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.
ત્યારે યુવાઓ વધુમાં વધુ રિસર્ચ કરીને દેશના વિકાસમાં પોતાનો મહત્વનો ફાળો આપે તે માટે મંત્રીએ આહવાન કર્યું હતું.
NFSU કુલપતિ કહ્યુ કે આગામી સમયમાં BRICS દેશોની સમિટ ભારતમાં યોજાશે
NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે આ પ્રસંગે યુવા ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું .
આગામી સમયમાં BRICS દેશોની સમિટ ભારતમાં યોજાશે.
આ સમિટ દરમિયાન ભારતના યુવા ઉદ્યોગકારોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા માટે ભારત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
જે અંતર્ગત કેટલાક પ્રી-પ્રોગ્રામોનું આયોજન કરીને યુવાશક્તિને BRICS અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જેમાં સાથે જોડાઈને GCTC ના ઉદ્યમીતાને પ્રોત્સાહન આપી રહી છે.
આજે NFSU ભારત સરકારની આ પહેલમાં જોડાઈને ગર્વની લાગણી અનુભવી રહી છે.
આ પહેલ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે. કોઇપણ ઉદ્યોગને શરુ કરીને સફળ બનાવવા માટે જરૂરી શિક્ષણ, રિસર્ચ,
ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયુ હતુ.
READ MORE :
વલસાડમાં વોટ્સએપ મેસેજથી રજા લઈને 4 મહિના વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષક દંપતી
ત્રિપુરાથી ઉત્તરપ્રદેશ સુધી ઠંડી સાથે થશે વરસાદની આગાહી, અમુક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા !