દિવાળી તહેવારોમાં દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર

24 10

24 09


દિવાળી તહેવારોમાં 

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો જગત મંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે,

ત્યારે ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

દ્વારકાધીશ મંદિરમાં 30મી ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

આ દરમિયાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

1) બુધવારે (30મી ઓક્ટોબર) ધનતેરશના દિવશે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.

જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે.

ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

2) ગુરૂવારે (31મી ઓક્ટેબર) રૂપ ચૌદશ અને દિપાવલીના દિવસે  સવારે 5:30 કલાકે મંગલા આરતી

અને 1:00 અનુસાર બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે.

હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

3) શુક્રવાર (પહેલી નવેમ્બર) અન્નકુટ ઉત્સવના દિવશે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે.

જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને

રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

4) શનિવાર (બીજી નવેમ્બર) નુતન વર્ષના દિવશે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે

બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે.

ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

5)  રવિવાર (ત્રીજી નવેમ્બર) ભાઈ બીજ ઉત્સવના દિવશે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે

01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

 

Read More :

સુરત : સ્કૂલ વેન પલટી ખાતાં વિદ્યાર્થીઓ ઘાયલ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું રૂ. 80,700 પર પહોંચ્યું

ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ

Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?

કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ જણાવ્યા અનુસાર મુંબઈ જઈ રહેલા એક મુસાફર તરફથી મૌખિક બોમ્બની ધમકી મળી હતી.

 

 

 

Share This Article