ટ્રમ્પની નીતિ સામે ચીનનું મોટું પગલું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરતાંની સાથે વેપાર યુદ્ધની શરૂઆત થઈ
ગઈ છે.
દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે.
એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે.
ચીને આજે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 34 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
ચીનના નાણાં વિભાગે કહ્યું છે કે અમેરિકાની સરકારે ચીની સામાન પર ટેરિફ લગાવતો છે.
ટ્રમ્પની નીતિ સામે ચીનનું મોટું પગલું
જે આંતરરસહતરિય વેપાર નિયમોની વિરુદ્ધ છે અને અમારા અધિકારોનું હનન છે.
આ પ્રકારની દાદાગીરી અમેરિકાના હિતોને જ નુકસાન પહોંચાડશે.
તથા સાથે સાથે વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેન સામે ખતરો ઊભો કરશે.
ચીને અગાઉ અમેરિકાને અપીલ કરી હતી કે જે પણ મતભેદ હોય તેમનું વાતચીતના માધ્યમથી સમાધાન લાવવું જોઈએ.
અમેરિકાને વળતો જવાબ આપવા ચીને 34 ટકા ટેરિફની સાથે નિકાસ પર નિયંત્રણની પણ જાહેરાત કરી છે.
ચીન અમેરિકાને અત્યાર સુધી દુર્લભ ધાતુ જેવી કે સમારિયમ, ગેડોલીનીયમ, ટેરબિયમ આપતું હતું.
જોકે ચોથી એપ્રિલથી આ તમામ દુર્લભ ધાતુની નિકાસ પર નિયંત્રણ કરવામાં આવશે.
READ MORE :
ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા
ગુરુવારે કેનેડાએ યુએસ કાર પર 25% ટેરિફની જાહેરાત કરી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અમેરિકામાં પોતાના તમામ રોકાણો બંધ કરી દીધા છે.
મેક્રોને કહ્યું કે ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર 20% ટેરિફ પાછો ખેંચવો જોઈએ.
ટ્રમ્પે ભારત પર 27% ટેરિફ લાદ્યો છે. નવા ટેરિફ દર 9 એપ્રિલથી અમલમાં આવશે.
5 એપ્રિલથી 8 એપ્રિલ સુધી ભારતીય ઉત્પાદનો પર 10% બેઝલાઇન ટેરિફ લાદવામાં આવશે.
થાઇલેન્ડ પર 37%, તાઇવાન પર 32% અને જાપાન પર 24% ટેરિફ લાદવામાં આવ્યો છે.
સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પર બેઝલાઇન 10% ટેરિફની જાહેરાત કરવામા આવી.
ગુરુવારથી અમેરિકાએ પણ આયાતી કાર અને કારના ભાગો પર 25% ટેરિફ લાદવાનું શરૂ કર્યું છે.
READ MORE :
ટ્રમ્પનું મોટું નિવેદન : અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લગાડયો, અને કહ્યુ કે અમે અડધો જ ટેરિફ વસૂલ કરશુ
શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી