GST વધવાથી કિચન અને કોસ્મેટિક્સમાં વસ્તુઓ ના ભાવમા બદલાવ , જાણો કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી દરોની સમીક્ષા માટે 20 ઓક્ટોબરે બેઠક યોજવા જઈ રહી છે.
જેમાં 100 થી વધુ વસ્તુઓના જીએસટી દરોમાં ફેરફાર થવાની શક્યતા જણાઈ રહી છે.
નાણા મંત્રીના નેતૃત્વમાં 11 રાજ્યોના મંત્રીઓના જૂથ દ્વારા જીએસટી મુદ્દે મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
હેર ડ્રાયર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ સહિત કેટલાક વ્હાઈટ ગુડ્સ પર જીએસટી વધી શકે છે.
વ્હાઇટ ગુડ્સમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ડીશવોશર, માઇક્રોવેવ, ઓવન અને વોટર હીટર સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો સમાવિષ્ટ છે.
પશ્ચિમ બંગાળના નાણાંમંત્રી ચંદ્રિમા બેનરજીએ હેર ડ્રાયર અને કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ સહિત કેટલાક વ્હાઈટ ગુડ્સ પર જીએસટી વધારવાની માંગ કરી છે.
આવક વધારવા માટે 2018માં જે વ્હાઇટ ગુડ્ઝ વસ્તુઓના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તેના પર પુનર્વિચાર કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ સિવાય કારની ફેન્સી નંબર પ્લેટ પર પણ નિર્ણય લઈ શકાય છે. કારની ફેન્સી નંબર પ્લેટની હરાજી પર જીએસટી લાગુ થઈ શકે છે.
ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર વસૂલવામાં આવતા જીએસટીમાં પણ ઘટાડો કરવા નિર્ણય જાહેર થઈ શકે છે.
છેલ્લા કેટલાક મહિનાથી લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી દૂર કરવાની માગ થઈ રહી છે.
નોંધનીય છે કે સપ્ટેમ્બર 2024માં કુલ જીએસટી કલેક્શન 6.5% વધી 1.73 લાખ કરોડ રૂપિયા થયું છે.
ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1.75 લાખ કરોડ હતું.
જુલાઈ મહિનામાં જીએસટી પેટે સરકારી તિજોરીમાં રૂ. 1.81 લાખ કરોડની આવક થઈ હતી
READ MORE : તૂર્કિ એ ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવ્યો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 જણાવવામાં આવી રહી છે!