શેરબજારમાં ભારે અસ્થિરતા : સેન્સેક્સ 80,000થી નીચે આવ્યો ,મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે કડાકો, રોકાણકારોને મોટું નુકસાન !

25 07

શેરબજારમાં ભારે અસ્થિરતા : સેન્સેક્સ 80,000થી નીચે આવ્યો ,

મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે કડાકો, રોકાણકારોને મોટું નુકસાન

શેરબજારમાં મંદીનું જોર સતત વધી રહ્યુ છે. આજે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત ઘટ્યું છે.

સેન્સેક્સ 708.69 પોઈન્ટના કડાકા સાથે 80000નું લેવલ ગુમાવી 79356.47 થયો હતો. નિફ્ટી પણ 24400થી ઘટી 24113.05ના નીચા લેવલે પહોંચ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં મોટા કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોએ આજે વધુ રૂ. 8.32 લાખ કરોડ ગુમાવ્યા છે.

11.11 વાગ્યે સેન્સેક્સ 640.37 પોઈન્ટ અને નિફ્ટી 254.50 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મોટુ ગાબડું નોંધાયું છે.

બીએસઈ મીડકેપ સેગમેન્ટમાં કુલ ટ્રેડેડ 132 શેર્સ પૈકી 119 શેર્સમાં 20 ટકા સુધી કડાકો નોંધાતા ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.

પીએસયુ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. જેના પગલે BHEL, RVNL, SAIL, સેન્ટ્રલ બેન્કના શેર્સ 5 ટકાથી વધુ તૂટ્યા હતા.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.

ઓક્ટોબરમાં ગઈકાલ સુધી એફઆઈઆઈએ કુલ 97205.42 કરોડની વેચવાલી નોંધાવી છે.

જેની સામે ડીઆઈઆઈએ રૂ. 92931.54 કરોડની ખરીદીનો ટેકો શેરબજારને મળ્યો હોવા છતાં માર્કેટમાં કરેક્શનનું જોર વધ્યું છે.

 

 

NSE ખાતે નિફ્ટી  50 શેર્સની આજની સ્થિતિ

 

શેર છેલ્લો ભાવ ઉછાળો
ITC 489.2 3.71
AXISBANK 1182.95 1.34
ASIANPAINT 3000.4 0.96
SUNPHARMA 1864.3 0.83
BRITANNIA 5656.45 0.78
શેર છેલ્લો ભાવ કડાકો
INDUSINDBK 1055.45 -17.55
M&M 2699.35 -4.49
TRENT 7184.1 -4.06
ADANIENT 2723.15 -3.78
SHRIRAMFIN 3125.25 -3.69

 

 

READ   MORE :

 

Baroda News:બિલ્ડર પુત્રે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ: શું આ કાયદાની ઉલ્લંઘન છે?

લગ્ન પહેલા ગર્ભિણી થઈ ઈન્ડિયન આઈડલની જાણીતી ગાયિકા અરુણિતા કાંજીલાલ વાયરલ તસવીરે ધમાલ મચાવી

Stock Market : ભારતીય શેરબજાર તૂટ્યું: સેન્સેક્સ, નિફ્ટી 50 કડાકા, રોકાણકારોને ₹9 લાખ કરોડની ખોટ

Weather News : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : દિવાળી જોખમમાં 7 ઇંચ વરસાદ થી પાકને નુકસાન ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ?

Share This Article
Exit mobile version