સતત ઘટી રહેલા પ્રજજન દરથી દક્ષિણ કોરિયા આગામી 100 વર્ષ કરતાં પણ
ઓછા સમયમાં ‘ગાયબ’ થઇ જાય તેવા ચિંતાજનક અહેવાલ તાજેતરમાં આવ્યા હતા.
જીવનશૈલીને કારણે ગુજરાતમાં પણ પ્રજજક્ષમતાનો દર સતત ઘટી રહ્યો છે.
ગુજરાતમાં હાલ પ્રજજનક્ષમતા દર 1.9 છે. સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે. મતલબ કે,
એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે.
દેશમાં હાલ માત્ર પાંચ રાજ્ય એવા છે જેનો ફર્ટિલિટી રેટ બેથી વઘુ છે.
બદલાતી જીવનશૈલી, મોટી ઉંમરે લગ્ન થવા, મોટી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય
લેવો જેવા પરિબળોને કારણે પ્રજજનદર ઉપર વઘુ અસર પડી રહી છે.
પ્રજજનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ,
આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજજનક્ષમતા દર છે.
આ સિવાય આંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજજનક્ષમતા દર માત્ર 1.1 છે.
Read More : ઉધના સ્ટેશન પર 14 કિલો ગાંજાના સાથે બે યુવાન ઝડપાયા, ઓડિશાથી ટ્રેનમાં લાવ્યા હતા
ઘટતા પ્રજજનક્ષમતા દર અંગે ડોક્ટરોનું માનવું છે કે આપણે ત્યાં વ્યંધત્વને હજુ બીમારની શ્રેણીમાં મૂકવામાં આવ્યું નથી.
વિશ્વના અનેક દેશમાં વ્યંઘ્તવને બીમારીની શ્રેણી હેઠળ મૂકી દેવામાં આવ્યું છે.
ડો. જયેશ અમીને જણાવ્યું કે, ‘85 ટકા યુગલો લગ્નના 1-2 વર્ષમાં કોઇ ખાસ દવા વગર સંતાનસુખ પ્રાપ્ત કરે છે.
આ સિવાય 15 ટકા યુગલોને સંતાન પ્રાપ્તિ માટે આઇયુઆઇ, આઇવીએફ જેવા આઘુનિક મેડિકલ સાયન્સની મદદ લેવી પડે છે.
ઘટતી પ્રજજનક્ષમતા એક ચિંતાનો વિષય છે અને આ મામલે કોઇ યોગ્ય પગલાં લેવામાં આવે તે સમય આવી ગયો છે. ’
બીજી તરફ ડો. ચૈતન્ય નાગોરીએ જણાવ્યું કે, ‘વ્યંધત્વ હેઠળ કરવામાં આવતી
સારવારને પણ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવા અંગે વિચારણા થવી જોઇએ.
સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇવીએફ સાયકલ થાય છે.
આગામી થોડા વર્ષમાં આઇવીએફ સાયકલનો દર પાંચ લાખને પાર જઇ શકે છે. ’
વ્યંઘ્તવની આ સમસ્યાને અનુલક્ષીને ગાંધીનગર ખાતે આગામી 6 થી 8 ડિસેમ્બર દરમિયાન
ઈન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા ગાંધીનગરમાં 20મી વાર્ષિક કોન્ફરન્સ યોજાશે.
જેમાં દેશ-વિદેશના બે હજારથી વઘુ તજજ્ઞો ઉપસ્થિત રહેશે.
Read More : ફોર્ચ્યુનર દ્વારા પોલીસ પર હુમલો, 1 કિમી સુધી કોન્સ્ટેબલને ઢસડતા દંપતીની ધરપકડ