Gandhinagar News:હરણીકાંડ પછી સરકારની મોટી કાર્યવાહી: સ્કૂલ પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર, વાલીઓને જાણવું જરૂરી

24 11

ગુજરાતના વડોદરામાં સ્કૂલ તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં.

જેને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવાની બંધ કરી દીધી હતી.

આ સાથે આદેશ કરવામાં આવ્યો હતો કે, નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કોઈપણ શાળાએ પ્રવાસનું આયોજન કરવું નહીં.

જોકે, હવે દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે.

ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળામાંથી મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી.

જેને ધ્યાને લઈ શિક્ષણ વિભાગે એક ગાઈડલાઈન બનાવી રાજ્ય સરકારને મોકલી હતી. જેમાં જરૂરી

સુધારા-વધારા કરી મંજૂરી આપવામાં આવી છે. હવે શાળામાંથી બાળકોને પ્રવાસ લઈ જવા માટે જાહેર

કરવામાં આવેલી આ નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળામાં બાળકોને પ્રવાસ લઈ જવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

જે મુજબ રાજ્યની તમામ સરકારી/અનુદાનિત/ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ

દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ

ભાગ લેનાર તમામ વિદ્યાર્ધથીઓ/શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાઈ તેમ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

 

 

read more :

Hardik Pandya : સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંના એક, નવુ આલીશાન ઘર ખરીધુ છે , જેની કિંમત 34000000 રૂપિયા છે !

“પેરિસ 2024 ઓલમ્પિક્સ: ધિનીધીએ સંશયને કાબૂમાં રાખી તરવાના મહાન મંચ પર પ્રકાશિત થવા માટે તૈયાર”

કારણો અને પ્રભાવ: સમિતિની રચના કરવાની રહેશે

શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના

વાલી પ્રતિનિધિ સહિતની સમિતિની રચના કરી તથા સ્થળ સંબંધિત રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે. 

જો શાળાનો પ્રવાસ રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીની મંજૂરી લેવાની રહેશે. 

જો શાળાનો પ્રવાસ રાજ્યની બહારનો હોય તો કમિશનર/ નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરીની મંજૂરી લેવાની રહેશે. 

જો શાળાનો પ્રવાસ વિદેશનો હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય પાસેથી મંજૂરી લેવાની રહેશે. 

પ્રવાસનું વાહન નક્કી કરતી વખતે સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (R.T.O) દ્વારા આપેલી

પરમીટ મુજબની સંખ્યા પ્રમાણે જ આયોજન કરવાનું રહેશે. પ્રવાસમાં ઉપયોગમાં લેવાતા વાહન વાહનમાં

GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ, તેમજ વાહનમાં R.T.O દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા રજિસ્ટ્રેશન કાર્ડ,

પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઇસન્સ, વીમો વગેરેની નકલની અગાઉથી ચકાસણી કરાવવાની રહેશે.

આ સાથે જ વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ.

 

 

વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત: સાથે સલામતી

નોંધનીય છે કે, શાળાએ પ્રવાસ શરૂ થવાના 15 દિવસ પહેલાં જે-તે વિભાગને અને ગાંધીનગરને

સાધનિક તમામ વિગત સાથે જાણ કરવાની રહેશે. તેમજ સમગ્ર પ્રવાસના Day to Day કાર્યક્રમની જાણ કરવાની રહેશે.

આ સિવાય શાળાએ જવાબદાર અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂંક કરવાની રહેશે.

આ સિવાય શાળાએ દર 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક પ્રવાસમાં જોડાય તેવું આયોજન કરવાનું રહેશે.

તેમજ વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું સમજાવા માટે ગોષ્ઠી બેઠક કરવાની રહેશે.

રાજ્યમાં આવેલી મોટા ભાગની શાળાઓ વર્ષના અંતમાં એટલે કે નવેમ્બર – ડિસેમ્બર માસમાં પ્રવાસ લઈ જતી હોય છે.

પ્રથમ શૈક્ષણિક સત્રમાં પ્રથમ કસોટી પૂર્ણ થયા બાદ તરત જ દિવાળી વેકેશન પડતું હોય છે. વેકેશન પૂર્ણ થયા બાદ

બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય તે સાથે જ રાજ્યમાં શૈક્ષણિક પ્રવાસની મોસમ ચાલુ થતી હોય છે.

જેથી આગામી સમયમાં શાળાઓ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે તે પહેલાં જ પ્રવાસને લઈને માર્ગદર્શિકા જાહેર કરવાનું આયોજન કરાયું છે. 

હવેથી શિક્ષણ વિભાગનો પરિપત્ર થયેથી પ્રવાસની મંજૂરી આપવાની થાય છે. જેથી શિક્ષણ વિભાગની જરૂરી વિગતવાર

અદ્યતન સૂચનાઓ જારી થયા બાદ જ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્રથી જાણ કરાશે. ત્યાં સુધી પ્રવાસ ગોઠવી શકાશે નહીં.

પહેલાં ફાયર સેફ્ટીના સાધનના ઉપયોગની તાલીમ આપવાની રહેશે.

 

read more : 

Gold Price Today : સોનું ઊછળીને નવો રેકોર્ડ, કિંમત રૂ. 81,500 થઈ!

stock market today : કંપનીનો શેર ખરીદવા માટે ઉમટી પડ્યા રોકાણકાર : વિદેશથી મળ્યો 2400 કરોડ રૂપિયાનો ઓર્ડર પરીણામ

Ahmedabad News:ચીફ જસ્ટિસના નામે ખેલ, વૃદ્ધને ડિજિટલી બંધક બનાવ્યો, 1.26 કરોડની છેતરપિંડી

 

Share This Article
Exit mobile version