ગિરનારના રોપ-વેમાં
ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે.
ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરવામા આવી છે.
તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે.
જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરીથી શરુ કરવામાં આવશે.
ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે.
જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે.
ગુરુવારે (12મી ડિસેમ્બર) એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો છે.
જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત છે.
જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.
ગિરનારના રોપ-વેમાં
READ MORE :
Gold Price Today : સોનું ઊડ્યું રૂ.81,000ની નજીક; ચાંદી રૂ. 93,000ને પાર
Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?
Vishal Mega Mart IPO day 3 : GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, અરજી કરવી કે નહીં?
વલસાડમાં વોટ્સએપ મેસેજથી રજા લઈને 4 મહિના વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષક દંપતી
દાના વાવાઝોડું ત્રાટક્યું, 120 કિ.મી.ની ગતિએ પવનો સાથે ભારે વરસાદ, 7 રાજ્યોમાં અસર
Jamnagar News : વિજ લાઇન નીચે જોખમી બાંધકામ: જામનગરના પટેલ એસ્ટેટ રહીશોને ધ્રુજાવી રહ્યું છે
Vacancy : સુપ્રીમ કોર્ટ જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2024 ની વિગતો
Gujarat Rain News : ગરમી અને વરસાદ: ઓક્ટોબર 2024ની આગાહી વિશે જાણો