Gold Price Today
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપી ગતીએ આગળ વધી હતી.
વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલર ઉછળી નવી ટોચે પહોંચતાં દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધી
ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતુ.
ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાંઆજે તેજીનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૬૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૭૯૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૭૦૦ બોલાતા
હવે રૂ.૮૦ હજાર પર બજારની નજર રહી હતી.
દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૫૦૦ વધી રૂ.૯૨૦૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૫૬થી ૨૬૫૭ વાળા ઊંચામાં ૨૬૭૯થી ૨૬૮૦ થઈ ૨૬૭૫થી ૨૬૭૬ ડોલર રહ્યા હતા.
READ MORE :
ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યોફાલ્યોઃ ઓવરડોઝથી 18 વર્ષના વૃદ્ધનું મોત
ફંડો લેવાલ હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૧.૬૬ વાળા ઉંચામાં ૩૨.૦૫ થઈ ૩૧.૮૯ થી ૩૧.૯૦ ડોલર રહ્યા હતા.
ચીનથી નિકાસ વધી છે તથા ત્યાં સરકાર નવું વ્યાપક સ્ટીમ્યુલ્સ આપશે એવા નિર્દેશો વહેતા થયા હતા.
જોકે આમ છતાં વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૩ ટકા ઘટયા હતા. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૪૯ વાળા નીચામાં ૯૩૩ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૯૮૭ વાળા ઘટી ૯૬૭ થઈ ૯૭૪થી ૯૭૫ ડોલર બોલાતા હતા.
ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૨.૨૪ તથા નીચામાં ૭૧.૫૩ થઈ ૭૧.૯૧ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ ૬૮.૧૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૭૬૮૬૬ તથા ૯૯.૯૦ના
રૂ.૭૭૭૧૫ તથા ચાંદીના વધી રૂ.૯૨૮૧૦ રહ્યા હતા.
મુંબઈ બજારમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
READ MORE :
ઉત્તર ભારતના પહાડી વિસ્તારો હિમવર્ષાની ઝપેટમાં, Videosમાં જુઓ અદભુત નજારો
Gold Price Today : સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો, 1250 રૂપિયા મોંઘું