Gold Price Today
સોનાના ભાવમાં તેજી ચાલુ છે. જો આમને આમ રહ્યું તો જલ્દી જ સોનાના ભાવ 87000 રૂપિયાનો આંકડો પાર કરી જશે.
વર્ષ 2024 માં દેશમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 5 ટકા વધીને 802.8 ટન થઈ ગઈ. 2023 માં તે 761 ટન હતું.
2025 માં તે 700-800 ટન વચ્ચે રહેવાનો અંદાજ છે.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ છે.
તથા તેના પગલે ઝવેરી બજારોમાં તોફાની તેજી દેખાઈ રહી છે.
મોટી તેજી પછી, સોનામાં ઘટાડો થવાની અપેક્ષા હતી અને તે પહેલાથી જ થઈ ચૂક્યું છે.
અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે.
તે જ સમયે, ગોલ્ડ ETF માં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે પણ સોનાની માંગ વધી રહી છે.
Gold Price Today
ગુજરાત ના અલગ અલગ શહેરો મા સોના નો ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો ભાવ 79110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો ભાવ 86300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
31 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે 2024-25માં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2025 માં સોનાના ભાવ ઘટી શકે છે.
ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. ઓક્ટોબર 2024 માટે વિશ્વ બેંકના ‘કોમોડિટી માર્કેટ આઉટલુક’ને ટાંકીને, આર્થિક સર્વેમાં જણાવાયું છે.
કોમોડિટીના ભાવમાં 2025માં 5.1 ટકા અને 2026માં 1.7 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.
સોનાના ભાવમાં સતત વધારાને કારણે વર્તમાન વર્ષમાં જ્વેલરીની માગ નીચી રહેવા સંભવ છે.
૨૦૨૪માં દેશની ગોલ્ડ માગ વાર્ષિક ધોરણે પાંચ ટકા વધી ૮૦૨.૮૦ ટન રહી હતી તે ૨૦૨૫માં ઘટી ૭૦૦થી ૮૦૦ ટનની વચ્ચે રહેવા વકી છે.
૨૦૨૪માં ભારતમાં સોનાની એકંદર માગ વાર્ષિક ધોરણે ૩૧ ટકા વધી રૂપિયા ૫,૧૫,૩૯૦ કરોડ રહી હતી.
જે ૨૦૨૩ માં રૂપિયા ૩,૯૨,૦૦૦ કરોડ જોવા મળી હતી.
સોનામાં તેજી આવવા ના 5 મુખ્ય કારણો જવાબદાર છે.
ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી જિયો પોલિટિકલ ટેન્શન વધી ગયું છે.
અમેરિકાએ તાજેતરમાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને તેમાં વધુ ઘટાડો કરી શકે છે.
ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી સોનું મોંઘુ થઈ રહ્યું છે.
વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે.
શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે, લોકો ગોલ્ડ ETFમાં રોકાણ વધારી રહ્યા છે.
2024 માં સોનાએ 20% અને ચાંદીએ 17% વળતર આપ્યું હતુ.
ચાંદીનો ભાવ
સોનાની જેમ ચાંદીનો ભાવ પણ વધી રહ્યો છે. આજ રોજ ચાંદીનો ભાવ 99,600 રૂપિયા પ્રતિ કિલો પર છે.
READ MORE :
PS Raj Steels IPO : સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને GMP અને પ્રાઇસ બેન્ડ વિશે સંપૂર્ણ જાણકારી