Gold Price Today : સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું રૂ. 80,000ની અંદર તૂટ્યું, ચાંદીમાં રૂ. 3500નો ઘટાડો

By dolly gohel - author

Gold Price Today 

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી અટકી  પ્રત્યાઘાતી ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.

વિશ્વ બજાર ટોચ પરથી ગબડતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો તળિયેથી ઉંચકાતાં ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ

કોસ્ટ નીચી ઉતરતાં સોના-ચાંદીના ભાવમાં આજે તીવ્ર કડાકો બોલાયો હતો. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૭૯૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૫૦૦ બોલાયા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૫૦૦ તૂટી રૂ.૯૦ હજારના મથાળે ઉતરી ગયા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૦૮થી ૨૭૦૯ વાળા ગબડી નીચામાં ભાવ ૨૬૬૩ થઈ ૨૬૭૧થી  ૨૬૭૨ ડોલર બોલાયાના સમાચાર

મળ્યા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી વધ્યાના વાવડ હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૧.૮૩ વાળા નીચામાં ૩૦.૬૬ થઈ ૩૦.૮૧થી ૩૦.૮૨ ડોલર રહ્યા હતા.

 

 

READ MORE : 

માં અંબાના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી થશે પોષી પૂનમે, ભક્તો માટે વ્યવસ્થા કેવી રહેશે ? તે જાણો !

યુએસ ક્રૂડના ભાવ ૭૦.૪૪ ડોલર રહ્યા હતા.

દરમ્યાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૮૩૪  વાળા રૂ.૭૬૬૧૪  જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૮૧૪૭

વાળા રૂ.૭૬૯૨૨ રહ્યા હતા.

જ્યારે મુંબઈ ચાંદીના  ભાવ જીએસટી વગર રૂ.૯૩૩૦૦ વાળા રૂ.૮૯૯૭૬ બોલાયા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં  જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૩૮ વાળા ઉંચામાં ૯૪૦ તથા નીચામાં ૯૨૯ થઈ ૯૩૭થી ૯૩૮ ડોલર રહ્યા હતા. 

પેલેડીયમના ભાવ ૯૮૨ વાળા નીચામાં ૯૬૩ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા.વૈશ્વિક કોપરના ભાવ ૦.૧૯  ટકા નરમ હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૬૦ વાળા નીચામાં ૭૩.૩૦ તથા ઉંચામાં ૭૪.૩૦ થઈ ૭૩.૮૨ ડોલર રહ્યા હતા.

જ્યારેજ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૪૪ ડોલર રહ્યા હતા.

અમેરિકામાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૧૭ હજારવધી ૨ લાખ ૪૨ હજાર આવ્યાના સમાચાર હતા.

આના પગલે  ત્યાં જોબ માર્કેટમાં નબળાઈદેખાઈ હતી. આવા દાવા ૨ લાખ ૨૦ હજાર આવવાની શક્યતા બતાવાતી હતી.

તેના બદલેહકીકતમાં આવા દાવાઓ અપેક્ષાથી વધુ આવ્યાના સમાચાર મળ્યા હતા.

READ MORE : 

Gold Price Today : સોનું ઊડ્યું રૂ.81,000ની નજીક; ચાંદી રૂ. 93,000ને પાર

ગુજરાત બોર્ડ: ધોરણ 12ની પરીક્ષાની તારીખમાં મહત્વનો ફેરફાર

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.