Gold Price Today : દિવાળી એક્સ્ટ્રાવેગેન્ઝા: સોનુ રૂ. 80,000 નજીક જાણો આજનો ભાવ

21 05

Gold Price Today

અમદાવાદ અને મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં રકોર્ડ તેજી ઝડપથી આગળ વધતાં ભાવ નવી ઉંચી ટોચે પહોંચી ગયા હતા.

વિશ્વ બજારમાં  સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશના ૨૭૦૦ ડોલરની ઉપર જતાં નવો રેકોર્ડ સર્જાયાના સમાચાર હતા. 

વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે આયાત પડતર વધી જતાં દેશના ઝવેરી બજારોમાં દિવાળી પૂર્વે તેજીનું તોફાન જોવા મળ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉછળી ૧૦ ગ્રામના રૂ.૮૦ હજારની નજીક પહોંચી ગયા હતા.

અમદાવાદ સોનાના ભાવ આજે વધુ રૂ.૫૦૦ ઉંચકાઈ ૯૯.૫૦ના રૂ.૭૯૬૦૦ તથા

૯૯.૯૦ના રૂ.૭૯૮૦૦ બોલાયા હતા અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૨૫૦૦ બોલાયા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૬૮૧થી ૨૬૮૨ વાળા વધી ૨૭૫૦ પાર થઈ ૨૭૧૪થી ૨૭૧૫ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિવિધ દેશો વચ્ચે અશાંતિના માહોલમાં વૈશ્વિક સ્તરે સોનામાં સેફ-હેવનના સ્વરૂપમાં ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર મળ્યા હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૧.૭૧થી ૩૧.૭૨ વાળા વધી ૩૨ પાર કરી ભાવ ૩૨.૨૯થી ૩૨.૩૦ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૭ ટકા વધ્યા હતા ચીનમાં પ્રોપર્ટી ક્ષેત્રને પીઠબળ આપવા સરકારે વધુ સ્ટીમ્યુલસ જાહેર કરતાં

વિશ્વ બજારમાં કોપરના ભાવ વધી જતાં ચાંદીની તેજીને સપોર્ટ મળથો થયાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

 

 

 

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૪.૦૮ વાળા રૂ.૮૪.૦૬ થઈ રૂ.૮૪.૦૭ બંધ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ .૧૭ ટકા ઘટી નીચામાં ૧૦૩.૫૯ થઈ ૧૦૩.૬૫ રહ્યાના સમાચાર હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેકસ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.

દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં ૧૦.૭૦ અબજ ડોલરનો ઘટાડો થયાના સમાચાર હતા. 

મુંબઈ કરન્સી બજારમાં રૂપિયાને તૂટકો અટકાવવા આરબીઆઈ સ્ક્રીપ બનતા તથા

સરકારી બેન્કો ડોલર વેંચતી થતાં ફોરેક્સ રિઝર્વમાં ટોચ પરથી પીછેહટ થયાની ચર્ચા હતી.

અમેરિકામાં રિટેલ સેલના આંકડા સારા આવ્યા હતા. ત્યાં બેરોજગારીના દાવા ૧૯ હજાર ઘટતાં જોબ માર્કેટ પણ મજબુત બની છે.

આવા માહોલમાં ત્યાં આગળ ઉપર વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ ઘટાડો થવાની શક્યતા

વચ્ચે વિશ્વ બજારમાં આજે ડોલરનો ઈન્ડેક્સ ઘટયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

 

 

 

 

 

Read More : Gold Price Today : સોનાના ભાવ મા રૂ.79,000 નો ઉછાળો જ્યારે ચાંદી રૂ.92000ની ટોચે પોહચયુ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૦૧૨થી ૧૦૧૩ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૧૦૭૦થી ૧૦૭૧ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૩.૯૨ તથા ઉંચામાં ૭૪.૯૫ થઈ ૭૪.૪૬ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯.૫૦ના રૂ.૭૭૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૭૪૧૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૨૨૮૩ રહ્યા હતા.

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ  પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૮૨૪૬.૭૭ કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૭૨૯૪ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૭૭૬૬૭ના ઓલટાઈમ હાઈને સ્પર્શી,

નીચામાં રૂ.૭૭૨૯૪ના સ્તરને સ્પર્શી, રૂ.૭૭૧૦૭ના આગલા બંધ સામે રૂ.૪૮૨ વધી રૂ.૭૭૫૮૯ના સ્તરે પહોંચ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો ગ્રામદીઠ રૂ.૫૪૩ ઊછળી રૂ.૬૨૨૫૦ના ભાવ થયા હતા.

જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો ગ્રામદીઠ રૂ.૫૮ વધી રૂ.૭૫૬૪ના ભાવ થયા હતા.

સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩૩ના ઉછાળા સાથે રૂ.૭૭૦૭૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

 

Read More : Waaree Energies IPO GMP 85% લિસ્ટિંગ ગેઇન : શું તમારે ઇશ્યૂમાં રોકાણ કરવું જોઈએ?

Share This Article
Exit mobile version