મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ફરી ઘટાડો
જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર પીછેહઠ બતાવતા હતા. ઘર
આંગણે પણ વિશ્વ બજાર પાછળ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ. ૪૦૦ ઘટી
૯૯.૫૦ના રૂા. ૭૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૮૯૦૦ રહ્યા હતા.જ્યારે અમદાવાદ
ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ ઘટી રૂા. ૯૦ હજાર બોલાયા હતા. વિશ્વ બજારમાં
સોનાના ભાવ ઔંશના ૨૬૬૦થી ૨૬૬૧ વાળા ઘટી ૨૬૩૬ થઇ ૨૬૪૫ ડોલર
રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચકાતાં
વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં
સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૬૫ વાળા નીચામાં ૩૦.૧૮ થઇ
૩૦.૩૧થી ૩૦.૩૨ ડોલર રહ્યા હતા.દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે
સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૭૬૬૦૦ વાળા રૂા. ૭૬૦૫૫ જ્યારે
૯૯.૯૦ના રૂા. ૭૬૯૦૮ વાળા રૂા. ૭૬૩૬૨ રહ્યા હતા.
READ MORE :
Purple United Sales IPO allotment : GMP, સ્ટેટસ તપાસવાના ઑનલાઇન પગલાં
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૮ વાળા ૯૨૫ થઇ ૯૩૨થી ૯૩૩ ડોલર
રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૬૧ વાળા નીચામાં ૯૩૫ થઇ ૯૩૬થી ૨૩૭ ડોલર
રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૭ ટકા ઘટયા હતા.વિશ્વ બજારમાં ક્રૂડ તેલ
પણ નરમ હતું. બ્રેન્ટ ફ્રૂડના ભાવ બેરલના ૭૩.૯૫ વાળા ૭૩.૪૬ થઇ ૭૩.૨૯ ડોલર
રહ્યા હતા. જ્યારે યુએસ ફ્રૂડના ભાવ ૭૦.૦૪ ડોલર રહ્યા હતા.
જ્યારે મુંબઇ ચાંદીના ભાવજીએસટી વગર રૂા. ૮૯૫૧૫ વાળા રૂા. ૮૮૫૨૫ રહ્યા હતા.
READ MORE :
ટ્રુડો સરકારને આંચકો: ડેપ્યુટી PMના રાજીનામાં બાદ હવે ‘મિત્ર’એ પણ આપ્યો સાથ છોડીને જવાનો સંકેત !
ભેળસેળ સામે સરકારની સખ્ત કાર્યવાહી, હવે રાશનની દુકાનોમાં છૂટક અનાજ નહીં વેચાશે