Gold Price Today : સોના-ચાંદીના વેપારમાં મંદી, વૈશ્વિક બજારમાં પાંખા કામકાજ

By dolly gohel - author

Gold Price Today 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં સપ્તાહના પ્રથમ દિવસે  પાતળી વધઘટે સાધારણ પીછેહઠ જોવા મળી હતી.

વિશ્વ બજારમાં નાતાલની રજાને કારણે કામકાજ પાંખા જોવા મળતા હતા. ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો સપાટીએ ટકી રહ્યો હતો.

અન્ય એસેટસ કલાસની સરખામણીએ ૨૦૨૪નું વર્ષ સોનાચાંદીમાં વળતરદાયી પૂરવાર થયું છે .

ત્યારે ૨૦૨૫માં પણ વળતરના મુદ્દે રોકાણકારો આશાવાદી સૂર ધરાવી રહ્યા છે. ક્રુડ તેલ પ્રમાણમાં મક્કમ રહ્યું હતું.

મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ ગયા સપ્તાહની સરખામણીએ સાધારણ ઘટી રૂપિયા ૭૬૧૯૪ રહ્યા હતા.

૯૯.૫૦ના ભાવ રૂપિયા ૭૫૮૮૯ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૮૭૧૭૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

સોમવારે સવારે મુંબઈ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ રૂપિયા ૭૬૨૯૬ ખૂલ્યું હતું જ્યારે ચાંદી .૯૯૯ એક કિલો રૂપિયા ૮૭૪૩૦ ખૂલી હતી. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૮૯૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૭૮૭૦૦ બોલાતા હતા.

 

READ MORE : 

Unimech Aerospace IPO : મલ્ટિબેગર રિટર્ન માટે તૈયાર રહો, GMP સૂચવે છે

ચાંદી ઉપરમાં ઔંસ દીઠ ૨૯.૫૨ ડોલર જ્યારે નીચામાં ૨૯.૩૨ ડોલર

વિશ્વબજારમાં સોનું પ્રતિ ઔંસ નીચામાં ૨૬૦૯.૨૮ ડોલર અને ઉપરમાં ૨૬૨૮.૧૪ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૨૬૧૮ ડોલર કવોટ કરાતું હતું. 

જોવાયા બાદ મોડી સાંજે ૨૯.૪૭ ડોલર બોલાતી હતી.

નાતાલની રજા નિમિત્તે વોલ્યુમનો અભાવ જોવાતો હતો અને વેપાર કામકાજ પણ પાંખા રહ્યા હતા. 

આયાતકારો તરફથી સતત માગ અને વિદેશી ફન્ડોના આઉટફલોને પરિણામે ઘરઆંગણે ડોલર સામે રૂપિયો તેની ઓલટાઈમ નીચી સપાટીએ

ટકી રહ્યો  હતો.

રૂપિયા સામે ડોલર નીચામાં ૮૫.૪૨ રૂપિયા અને ઉપરમાં ૮૫.૬૦ થઈ દિવસના અંતે ૮૫.૫૩ રૂપિયા સાથે ગયા સપ્તાહની બરોબરીએ બંધ રહ્યો હતો.

પાઉન્ડ ૫૭ પૈસા વધી રૂપિયા ૧૦૭.૫૮ જ્યારે યુરો ૧૪ પૈસા વધી રૂપિયા ૮૯.૨૬ બંધ રહ્યો હતો. 

ક્રુડ તેલના ભાવ પ્રમાણમાં સ્થિર જોવા મળ્યા હતા.

નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૭૦.૮૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલ દીઠ ૭૪.૩૯ ડોલર મુકાતા હતા. 

ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૮૭૫૦૦ મુકાતા હતા. શનિવારની સરખામણીએ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.  

READ MORE : Reliance Power share price : PFC ની ₹3760 કરોડની ટર્મ લોન PFC તરફથી ધ્યાન કેન્દ્રિત કરે છે

Gold Price Today : 30 ડિસેમ્બર, 2024ના સોનું-ચાંદીના ભાવ: ભારતમાં નવા દરોને તપાસો

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.