સરકારની મોટી જાહેરાત
બજેટ પહેલા સરકારે લોકોને થોડી રાહત આપી છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 kg ના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
જોકે, ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ સતત બીજા મહિને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
આજે પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે તે સમયે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સરકારે લોકોને રાહત આપી દીધી છે.
આ પહેલા 2025 ની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીએ, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો.
નવા વર્ષ નિમિત્તે ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીથી મુંબઈ સુધીના LPG સિલિન્ડરના ભાવમાં 14 થી 16 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરના છેલ્લા મહિનામાં 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો હતો.
સરકારની મોટી જાહેરાત
દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ
નવા LPG દર એ આજથી અમલી બન્યા છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1749.5 રુપિયા થયો છે.
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત રૂપિયા ઘટીને 1797 રૂપિયા, કોલકાતામાં 1907 રુપિયા અને ચેન્નાઈમાં 1959.5 રુપિયા પ્રતિ સિલિન્ડર થયા છે.
જયપુરમાં પણ કમર્શિયલ સિલિન્ડરોના ભાવ 6.5 રુપિયા ઘટીને 1825 રુપિયા થઈ ગયા છે.
નવા LPG દર આજથી અમલી બન્યા છે. મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1749.5 રુપિયા થયો છે.
ઘરેલું 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ઓગસ્ટ 2024 થી બદલાઈ નથી.
ફેબ્રુઆરી 202 5માં ઘરેલુ સિલિન્ડરની કિંમત મુંબઈમાં 802.5 રુપિયા, દિલ્હીમાં 803 રૂપિયા, કોલકત્તામાં 829 રુપિયા અને ચેન્નાઈમાં 818.5 રુપિયા છે.
દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત રૂપિયા ઘટીને 1797 રૂપિયા, કોલકાતામાં 1907 રુપિયા અને ચેન્નાઈમાં 1959.5 રુપિયા પ્રતિ સિલિન્ડર થયા છે.
જયપુરમાં પણ કમર્શિયલ સિલિન્ડરોના ભાવ 6.5 રુપિયા ઘટીને 1825 રુપિયા થઈ ગયા છે.
પહેલી ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટમાં પેટ્રોલિયમ પેદાશો પરની ડ્યુટીમાં ઘટાડો કરવાની ઉદ્યોગને અપેક્ષા છે.
સરકાર એલપીજી અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો સંબંધિત કેટલીક રાહતો જાહેર કરી શકે છે.
હવે તમામની નજર એ બજેટ પર છે. લોકોને અપેક્ષા છે કે સરકાર ગેસ સિલિન્ડર પરની સબસીડી વધારી લોકોને રાહત આપશે.\
READ MORE :
76 કરોડના ખર્ચે બનેલા પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગની મિલકત વેચવા મ્યુનિ. તંત્રનો નિર્ણય
ગુજરાત સરકાર ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ વધી, AI માટે 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરી