ગુજરાતના રાજ્યપાલની ખેડૂતોને સલાહ
જમીનનો કસ જાળવી રાખવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે.
રાસાયણિક ખાતરનો ભરપૂર વપરાશ કરનારા ખેડૂતો જમીનના બેક્ટેરિયાને અને ખેડૂત મિત્ર ગણાતા અળસિયાને ખતમ કરી રહ્યા છે.
આ સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયા જમીનનો કસ જાળવી રાખવાની, બીજનો છોડમાં રૂપાંતરિત કરીને પોષણ આપવાની અને
જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવાની સાથોસાથ જમીનમાં જળ સંચય કરવાની કુદરતી વ્યવસ્થા ઊભી કરી આપે છે.
પરંતુ વઘુ પાક લેવાની લાયમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો વઘુનો વઘુ ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને ખતમ કરી રહ્યા છે.
જમીન ઉપરાંત જળસ્રોતોને તથા હવાને પણ ખરાબ કરી રહ્યા છે.
આ સ્થિતિમાં ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ નહી વળે તો જમીન કસહીન અને અનાજ-શાકભાજી કે ફળની ઉપજ ન આપે તેવી બની જશે.
તેમાં ખેડૂતો કશું જ ઉગાડી શકશે નહી.
ગુજરાતના રાજ્યપાલની ખેડૂતોને સલાહ
read more :
આધાર અપડેટની મુશ્કેલીઓ : કચ્છમાં ડિજિટલ ઈન્ડિયાના વાયદા થયા ધોળા
કે રાસાયણિક ખાતરથી અને જંતુનાશકોથી કરવામાં આવતી ખેતી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વકરાવવામાં પણ જવાબદાર છે.
રાસાયણિક ખાતરમાં આપવામાં આવતા નાઈટ્રોજનમાં ઓક્સેજન ભળતો તેમાંથી નાઈટ્રિક ઓક્સાઈડ બને છે.
આ નાઈટ્રિક ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડથી 312 ગણો વધારે ખતરનાક છે.
જૈવિક ખેતીનો આશરો લેનારાઓની ખેતીને કારણે વાતાવરણમાં મિથેન ગેસનો ખાસ્સો વધારો થઈ રહ્યો છે.
તેની અસર પણ ક્લાઈમેટ ચેન્જ પર પડી રહી છે.
ખેતરમાં નાખવામાં આવતા રાસાયણિક ખાતરના 50 ટકા સત્વો જ જમીનમાં શોષાય છે.
બાકીના 50 ટકા સત્વ હવાને દૂષિત કે ઝેરી બનાવે છે. તેની સામે પ્રાકૃતિક ખેતી અર્તવોર્મ એટલે કે દેશી અળસિયાની વસતિમાં વધારો કરે છે.
આ અળસિયા જમીનમાં 10થી 12 ફૂટ ઊંડા ઉતરીને ફરી ઉપર આવે છે.
આ પ્રવાસ દરમિયાન તે મોટી ખાઈને મોટી બહાર કાઢે છે.
તેના શરીરમાંથી બહાર નીકળતી માટીમાં ફોસ્ફેટ, પોટાશ સહિતના ખનીજ દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.
અને ખેતરમાં ઊભેલા પાકને પોષણ આપવાનું કામ કરે છે. આમ પ્રાકૃતિક ખેતી જ જમીનને ઉપજાઉ રાખવાનો એક માત્ર વિકલ્પ છે.
read more :
અમદાવાદને મળશે નવો અજોડ લોટસ પાર્ક, દુબઈના મિરેકલ ગાર્ડનને પણ પાછળ છોડી દેશે