ગુજરાતમાં ITનું મોટું પગલું
આવકવેરા ખાતાના અધિકારીઓએ ગયા શુક્રવારથી જામનગરના દેવ ગ્રુપના 15 સ્થળ પર પાડેલા દરોડાના અંતિમ ચરણમાં દેવ ગ્રુપે રૂ. 150
કરોડના બિનહિસાાબી વહેવારો કર્યા હોવાની કબૂલાત કરી છે.
આ દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી છે. તેમ જ રૂ. 2.45 કરોડના મૂલ્યનું 3 કિલો સોનું પણ પકડાયું છે.
રૂ. 50 લાખ રોકડા અને રૂ. 50 લાખના દાગીના મળીને એક કરોડ જેટલી રકમ એ થોડા કલાકોમાં જ મળી આવ્યા છે.
આવકવેરા અધિકારીઓે તેમના અંદાજે 16 લૉકર સીલ કર્યા છે. કંપનીએ કરેલા રૂ. 150 કરોડ સુધીના રોકાણની વિગતો પણ બહાર આવી છે.
રૂ. 2.45 કરોડથી વધુના મૂલ્યનું સોનું પણ ઝડપાયું છે અને 16 લોકર સીલ કર્યા
અમદાવાદ, જામનગર, માળીયા અને મિયાણાના મળીને દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે. એન્ટરપ્રાઈસ,
અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૃપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસને આવરે લીવામાં આવ્યા છે.
આ લખાય છે ત્યારે દરોડાની કાર્યવાહી ચાલુ જ છે. કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે.
કંપનીએ તેના હિસાબોમાં અંદાજે 25 થી 30 કરોડના ખોટા ખર્ચાઓ બતાવીને પણ આવકવેરાની ચોરી કરી હોવાના દસ્તાવેજો પુરાવાઓ
દરોડા પાડનારા અધિકારીઓએ શોધી કાઢ્યા છે.
દેવ ગ્રુપ નજીવી કિંમત ચૂકવીને 30 વર્ષે કે તેનાથી વધુ વર્ષના ભાડાં પટે જમીન લે છે.
પરંતું બે ચાર વરસે લાખો રૂપિયાના ભાવ વસૂલીને લીઝ પર લીધેલી જમીન વેચી માટેની પણ મોટી આવક કરતી હોવાનું આાવકવેરા
અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે.
READ MORE :
ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર
કંપનીઓ વેરો બચાવવા માટે કરોડોના મૂલ્યના વગર બિલના વેચાણ કર્યા હોવાનું પણ આવકવેરા ખાતાના દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું છે.
કંપનીએ સોલ્યમાંથી લિક્વિડ બ્રોમાઈન બનાવીને ઔદ્યોગિક વપરાશકારોને વગર બિલે તેનું મોટું વેચાણ કર્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે.
ગુજરાતમાં ITનું મોટું પગલું લેવાથી રોકડની આવકો અને રોકડના ખર્ચ મોટે પાયે કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક શાંતિગ્રામ નજીક નોર્થ પાક્ર વિલામાંના દેવ ગ્રુપના એકમ પર, રાજપથ ક્લબની પાછળ આવેલા દેવ હાઉસ
પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
તેમ જ અમદાવાદના ઘૂમા વિસ્તારમાં આરોહી ક્લબ પાસે આવલા દેવ ગ્રુપના એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
દેવ ગ્રુપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં
આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
દેવ ગ્રુપની કંપનીઓએ રોકડમાં અને બિલ વિનાના ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
રોકડની આવકના આ નાણાં રિયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા.
આજે ધણા દરોડાની કાર્યવાહી સમેટાઈ જવાની સંભાવના જણાઈ રહી છે.
READ MORE :
PM મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ, ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા