સરકારે ઊંચા અવાજે જૂની પેન્શન યોજનાની જાહેરાત કરી,
પરંતુ સરકારના દાવાથી દૂર છે ઠરાવ અને પરિપત્રનું વિતરણ
જૂની પેન્શન યોજના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલન કર્યા બાદ સરકારે પીછેહટ કરવી પડી હતી.
આખરે રાજ્ય સરકારે મોટા ઉપાડે ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા જાહેરાત કરી હતી.
આ વાતને બે મહિના વિત્યા છતાંય હજુ સરકારે કોઇ ઠરાવ કે પરિપત્ર જાહેર કર્યો નથી.
પરિણામે શિક્ષકો-સરકારી કર્મચારીઓ રોષે ભરાયાં છે.
ગુજરાતમાં જૂની પેન્શન યોજનાના અમલને લઇને સરકારી કર્મચારીઓમાં વિખવાદ પેઠો છે.
કારણે કે, રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, વર્ષ 2005 અગાઉના શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
સરકારી કર્મચારી મહામંડળની માંગ છે કે, બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આ કારણોસર લાભથી વંચિત સરકારી કર્મચારીઓ સરકારથી નાખુશ છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌથી વઘુ લાભ માત્ર શિક્ષકોને મળે તેમ છે.
આ તરફ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજનાનો અમલ કરવા જાહેરાત તો કરી દીધી છે.
પરંતુ હજુ સુધી કોઈ સરકારી ઠરાવ કે પરિપત્ર જાહેર કરાયો નથી.
આ કારણોસર સરકારી કર્મચારી મંડળે ફરી એકવાર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવી પડી છે.
સરકારી કર્મચારીઓને સરકારે ક્યાંક કોણીએ ગોળ તો ચોટાડ્યો નથી ને.. તેવો અહેસાસ થઇ રહ્યો છે.
READ MORE :
કોરોનાની મોતની છાયા બાદ હવે આ બીમારીએ ફેલાવ્યો ડર , WHOના રિપોર્ટે વધાર્યો તણાવ !
Yes Bank Share : યસ બેંકના શેરની કિંમતો ઘટી, Q2 ના પરિણામોની આતુરતા વચ્ચે આવક પર નફો બમણો થયો !
NTPC Green Energy IPO : જાણો IPO અંગેની મુખ્ય વિગતો, તારીખ, ફાળવણી, કદ, કિંમત
સરકાર એ આ મામલા મા ફોડ પાડવા તૈયાર જ નથી
રાજ્ય સરકારે આ નિર્ણય કરીને સરકારી કર્મચારીઓમાં ભાગલાં પાડ્યાં છે.
એટલુ જ નહીં, સરકારે મોટાઉપાડે જાહેરાત તો કરી પણ જૂની પેન્શન યોજનાના અમલને લઇને ઠરાવ કે પરિપત્ર જાહેર કરવાનું જ જાણે ભૂલી ગઇ છે.
સરકારે આ મામલે ફોડ પાડવા તૈયાર જ નથી. આમ, એક બાજુ, જેમને લાભ મળવાનો છે તે સરકારી કર્મચારીઓ ઠરાવ-પરિપત્રની રાહમાં છે.
જ્યારે જેમને લાભ મળવાનો નથી તે કર્મચારીઓ આંદોલન કરવાની તૈયારીમાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
તાજેતરમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત બાદ લેખિતમાં રજૂઆત ન થતા, આજરોજ મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લેખિતમાં રજૂઆત અખિલ
ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી હતી.
કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગત દિવસોમાં વર્ષ 2005 પહેલા ના કર્મચારીઓને
જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઠરાવ પસાર ન થતા મુખ્યમંત્રીને પરિપત્ર લખવાની ફરજ પડી
પરંતુ રાજ્ય સરકાર દ્વારા અથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂની પેન્શન યોજનાના અંગે લેખિતમાં ઠરાવ પસાર ન થતા
મુખ્યમંત્રીને પરિપત્ર લખવાની ફરજ પડી હતી. જોકે જૂની પેન્શન યોજનાને અમલમાં મૂકવા માટે વિવિધ રાજ્યો સહિત
ગુજરાતમાં અનેક આંદોલન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અનેકવાર રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા અને નિવૃત્ત કર્મચારીઓ
દ્વારા ગાંધીનગરમાં ધરણા કરાવમાં આવ્યા છે.
READ MORE :
North Gujarat News : ઉમિયા માતાના મંદિરમાં 11,111 ધ્વજ ફરકાવવાનું શું મહત્વ છે?